31 પાછે ઈસુ ગાલીલ ભાગા કાપરનાહુમ ગાવામાય ગીયો, એને આરામા દિહે લોકહાન તો હિકાડતો આતો.
એને તો નાજરેત ગાવાલ છોડીન તો કાપરનાહુમ ગાવામાય જો દોરિયા મેરાવોય જબુલુન એને નાફતાલી ભાગામાય જાયને રા લાગ્યો.
બાકી યહૂદી આગેવાનહાય એને કુલીન થેએયો એને શેહેરા મુખ્ય માટડાહાન ઉસરાવ્યા, એને પાઉલ એને બારનાબાસા વિરોદ કોઆડીન ચ્યાહાલ ગાવા હિવે બારે કાડી દેના.
જોવે તુમહાન ચ્યે યોકા શેહેરામાય સતાવે, તોવે બિજા શેહેરામાય નાહી પોડજા, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ કા, તુમા આંય, માઅહા પોહા યેઅના પેલ્લા ઈસરાયેલ દેશા બોદા ગાવાહામાય ગીયા બી નાંય ઓરી.
એને પાઉલ બોદાંજ આરામા દિહાલ સોબાયે ઠિકાણાહામાય બોલા-બોલી કોઇન યહૂદીયાહાલ એને યુનાન્યાહ્યાલબી ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅરાહાટી હુમજાડતો આતો.
ચ્યે ચ્યાહાન આખ્યાં, હાચ્ચાં “તુમા માન એહેકોય આખલા, કા ઓ ડાકટાર, તું પોતાલ હારો કોઓ! કાપરનાહુમ ગાવામાય ઓલા બોદા કોઅયા આમા વોનાજે, તી તું ઈહીં આપહે ગાવામાય કોઓ.”