48 એને જ્યેં માઅહે ખીયાલ એરા ટોળો વોળલે, ચ્યે ઈ બોદા ઓઅતા દેખીન બોજ દુઃખ થી છાતી બાહાટતે પાછે ગોઓ વોળી ગીયે.
બાકી જકાતદાર દુઉ ઉબો રિયો, હોરગા એછે નોજાર ઉચી કોઅના બી ચ્યા ઈંમાત નાંય ચાલી, તો દુઃખને હાતે છાતી કુટીન આખા લાગ્યો, ઓ પોરમેહેર, આંય પાપી હેતાંવ, માયેવોય દયા કોઇન માન માફ કોઓ.
જોવે લોક ઈ વોનાયા, તોવે આપા બોજ દોષી હેજે એહેકેન જાંઅયા, તોવે ચ્યા પિત્તરાલ એને બિજા પ્રેષિતાહાલ પુછા લાગ્યા, “ઓ બાહાહાય આમા કાય કોઅજે?”
તોવે ચ્યે ચ્યાહાન રોડતા એને કાકાહા કોઅતા દેખ્યા. તોવે ઈસુવે ગોઅમે જાયન, ચ્યાહાન આખ્યાં કા, “તુમહાન કાકાહા કોઅના એને રોડના ગોરાજ નાંય હેય, પોહી મોઓઈ નાંઈ ગીયહી બાકી, હૂવી રીયલી હેય.”