63 જ્યા માઅહાય ઈસુલ દોઅલો આતો, ચ્યે ચ્યા મશ્કરી કોઇન ઠોકાં લાગ્યા,
જોવે ઈસુય એહેકેન આખ્યાં, તોવે ચ્યા પાહાય ઉબા રીઅલા માઅને યોક રાખવાળ્યાય ઈસુવાલ યોક થાપાડ ઠોકી એને આખ્યાં, “તું મહાયાજકાલ એહેકેન જવાબ દેતહો કા?”
ચ્યાય નિંદા કોઅનારાહા બી નિંદા નાંય કોઅયી, એને જોવે ચ્યાલ દુઃખ દેના તે ચ્યાય કાદાલ દોમકી નાંય દેની, બાકી ચ્યે પોતે પોતાલ પોરમેહેરા આથામાય હોઅપી દેના જો કાયામ હાચ્ચાયેથી લોકહા ન્યાય કોઅહે.
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.
એને તોવે પિત્તર ચ્યા પોતે દુ:ખાલ તાબામાંય નાંય કોઇ હોક્યો એને તો હુંઅકા ટાકીન રોડાં લાગ્યો.
તોવે મહાયાજકાય ઈસુવાલ ચ્યા હિકાડના એને ચ્યા શિષ્યહા બારામાય પુછ્યાં.