55 એને જોવે બાઆપુર માઅહે આગડા બાળીન તાપાયા બોઠે, ચ્યાહા વોચમાય પિત્તર બી બોહી ગીયો.
જ્યા લોક એહેકેન વાત કોઅતાહા ચ્યાહાકોય મૂર્ખ નાંય બોના, ખારાબ લોકહાઆરે સંગતી હારાં ચરિત્રાલ બોગડાવી દેહે.
એને તો બોજ આબદામાય એને નિરાશ આતો એને દુઃખામાય રોયન બોજ પ્રાર્થના કોઇ રિઅલો આતો, એને ચ્યા ગોદારો લોયા મોઠા-મોઠા ટીપકા હારકો દોરતીવોય ગોળે.
તોવે મુખ્ય યાજક એને લોકહા આગેવાન કાયફા નાંવા મહાયાજકા ગોઆ બાઆપુર યોખઠા જાયા.
આગડા પાય ચ્યાલ બોઠલો દેખીન યોક ચાકરાણ્યે ચ્યાલ દારી-દારી એઇન આખ્યાં, “એલો ચ્યાઆરે આતો.”