Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




લુક માર્કા લીખલી હારી ખોબાર 19:37 - ગામીત નોવો કરાર

37 જોવે ચ્યા યેરૂસાલેમ શેહેરા પાહાય યેના જીં વાટ જૈતુન ડોગા એછે જાતી આતી, તોવે બોદો શિષ્યહા ટોળો ચ્યા ચમત્કારા કામહા લેદે જ્યેં ચ્યાહાય દેખ્યેલ, ચ્યાહાટી તો ટોળો આનંદાકોય મોઠેથી પોરમેહેરા સ્તુતિ કોઅરા લાગ્યા.

Gade chapit la Kopi




લુક માર્કા લીખલી હારી ખોબાર 19:37
20 Referans Kwoze  

જોવે ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરા પાહી યેય પોઅચ્યા, એને જૈતુન ડોગાવોય બેતફાગે પાહી યેના, તોવે ઈસુવાય ચ્યા બેન શિષ્યહાન એહેકેન આખીન દોવાડયા.


તીજાંય યેયન આખ્યાં, ‘ઓ માલિક, એએ તો ઈ હેય, જ્યાલ માયે ફાડકામાય બાંદી થોવ્યેલ.


એને તારાતુજ તો દેખતો ઓઈ ગીયો, એને પોરમેહેરા સ્તુતિ કોઅતો લાગ્યો, એને વાટ દોઇન ચ્યા પાહલા ચાલા લાગ્યો, એને બોદા લોકહાય દેખીન પોરમેહેરા સ્તુતિ કોઅયી.


તોવે બોદા લોક નોવાય પામી ગીયા, એને પોરમેહેરા સ્તુતિ કોઇન આખતા લાગ્યા, “આપહે વોચમાય યોક મોઠો ભવિષ્યવક્તા ઉબો જાયહો, એને પોરમેહેર ચ્યા લોકહાન દેખભાલ કોઅરા યેનહો.”


તોવે ઈસુ એને ચ્યા શિષ્ય પાસ્કા ગીતે આખ્યે એને પોરમેહેરા સ્તુતિ કોઅયી, એને યેરૂસાલેમ શેહેરા બાઆ જાતા રિયા એને જૈતુન ડોગા ઉપે ચાલ પોડયો જો પાહાય આતો.


તોવે ઈસુ દેવાળા હામ્મે જૈતુના ડોગાવોય જાતો રિયો, એને ઉતરાત્યેવોય બોહી ગીયો, તે પિત્તર, યાકૂબ, યોહાન, એને આંદ્રિયાસ ચ્યાહાય ચ્યા યોખલાલ આલાગ જાયને પુછ્યાં,


જેહેકોય ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરા પાહી યેના, તોવે ચ્યા બેતફાગે એને બેથાનીયા શેહેરાહા બાઆને ગાવહામાય પોઅચ્યા, યે ગાંવે જૈતુન ડોગાપાંહી આતેં, તોવે ઈસુય ચ્યા શિષ્યહામાયરે બેન શિષ્યહાન એહેકોય આખીન ચ્યા આગલા દોવાડયા.


જોવે તો જાવ આતો, તોવે ચ્યે પોતાના ફાડકે વાટેવોય પાથતે જાતે આતેં.


ચ્યાહાટી માઅહે ચ્યાલ મિળાહાટી યેનલે આતેં, કાહાકા ચ્યાહાન ખોબાર પોડયેલ, ચ્યે ઓહડો ચમત્કાર દેખાડલો આતો.


Swiv nou:

Piblisite


Piblisite