52 ઓ મૂસા નિયમ હિકાડનારા ગુરુ તુમહાવોય હાય! તુમહાય જ્ઞાન તે મેળવી લેદહા, બાકી તુમા પોતે ચ્યામાય નાંય જાત, એને ચ્યામાય જાનારાહાલ બી નાંય જાં દેત.
ઓ ડોંગ્યાહાય મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને પોરૂષી લોકહાય તુમહાવોય હાય, તુમા મુશીબાતમાય હેય, તુમા માઅહા વિરુદ હોરગા રાજ્યા બાઅણે બંદ કોઅઇ દેતહા, તુમા પોતે ચ્યામાય નાંય જાત, એને ચ્યામાય જાનારાહાલ બી નાંય જાં દેત.
તોવે ચ્યાહાય ચ્યા વાત માની લેદી, એને પ્રેષિતાહાન હાદિન માર ઠોકાડયો, એને ચ્યાહાન ઈ આગના દેની કા આમીને ઈસુ નાવાકોય કાયજ નાંય આખના એને પાછે ચ્યાહાન છોડી દેના.
એને ચ્યાહામાઅને યોક મૂસા નિયમ હિકાડનારો ગુરુ, ઈસુવા પારાખ કોઅરાહાટી ચ્યાલ પુછ્યાં કા.
જોવે ઈસુ તાઅને ચાલ પોડયો તોવે પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ ચ્યા પાહલા પોડ્યા એને ખિજવાડા લાગ્યા, કા ચ્યા ઈસુલ બોજ વાતહે સાવાલ કોઅરા ગીઅલા.