40 પોરૂષીયાહા માઅને કોલહાક તાં ચ્ચાઆરે આતા ચ્યા યો વાતો વોનાયને, એને ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “કાય તું આખી રિયહો કા આમા બી આંદળા હેજે?”
તું એહેકેન આખતોહો કા આંય માલદાર હેતાઉ, એને માન જોજે તી બોદા કાય હેય, બાકી તું નાંય જાંએ કા ઈ હાચ્ચાઇ કાય હેય, યેવોય તરસ યેય ઓહડો હેય, કાહાકા તું ગોરીબ હેતો, એને તોપાય ડોગલેં નાંય હેય, એને તું આંદળો હેય.
ચ્યાહાય ચ્યાલ જાવાબ દેનો, “તું તો પેલ્લેથી પાપામાંય જોનમ્યોહો, તું આમહાન કાય હિકાડતોહો?” તોવે ચ્યાહાય ચ્યાલ સોબાયે ઠિકાણા માઅને બાઆ કાડી દેનો.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા આંદળા રોતા તોવે તુમહે પાપ નાંય ગોણાતાં, બાકી આમી આખતાહા કા આમા એઅજેહે, યાહાટી તુમહે પાપ માફ નાંય કોઅલા જાય.”