37 ઈસુવે ચ્યાલ આખ્યાં, “આંય પોરમેહેરા પોહો હેય, તું પેલ્લા માન એઇ ચુકયોહો, આંય તોજ હેય જો આમી તોઆરે વાતો કોઇ રિઅલો હેય.”
ઈસુવે ચ્યેલ આખ્યાં, “આંય જો તોઆરે બોલી રિયહો તોજ હેતાંવ.”
જો કાદાં માઅહું ચ્યા ઇચ્છા પુરી કોઅરા માગહે તોવે ચ્યાલ ખોબાર પોડી કા મા શિક્ષણ પોરમેહેરા પાયને હેય કા પોતા કોઇન આખતાહાવ.
ચ્યે સમયે ઈસુવે આખ્યાં, ઓ આબા, હોરગા એને દોરતી પ્રભુ, તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો.
ચ્યે આખ્યાં, “ઓ પ્રભુ, આંય તોવોય બોરહો કોઅતાહાંવ” એને તો ઈસુ પાગે પોડયો.