Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




યોહાન 9:35 - ગામીત નોવો કરાર

35 ઈસુ વોનાયો, કા યહૂદી આગેવાનહાય ચ્યાલ બાઆ કાડી દેનહો, એને જોવે તો મિળ્યો, તોવે ચ્યે આખ્યાં, “તું માઅહા પોહાવોય બોરહો કોઅતોહો કા?”

Gade chapit la Kopi




યોહાન 9:35
32 Referans Kwoze  

બાકી યે યાહાટી લોખલે હેય, કા તુમા બોરહો કોએ, કા ઈસુજ પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેય, એને ચ્યાવોય બોરહો કોઇન ચ્યા નાવાકોય અનંતજીવન મિળવા.


આંય ઈ પત્ર તુમહાન લોખી રિયહો, જ્યેં પોરમેહેરા પોહા નાંવા વોય બોરહો કોઅતેહે, યાહાટી કા તુમા જાંઆય લા કા તુમહેપાય અનંતજીવન હેય.


જોવે આંય આખહુ, આંય પોરમેહેરા પોહો હેય, તોવે તુમા માન કાહા આખતાહા, કા તું નિંદા કોઅતોહો, આંય તોજ હેય, જ્યાલ આબહે આલાગ કોઅયો એને દુનિયામાય દોવાડયો.


એને આપા ઈ બી જાંઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પોરમેહેરા પોહો યેય ગીઅલો હેય એને ચ્યાય આપહાન હોમાજ દેનહી, કા આપા ચ્ચા હાચ્ચાં પોરમેહેરાલ વોળાખજેહે, એને આપા ચ્યા હાચ્ચાં પોરમેહેરામાય યોકજુટ હેય કાહાકા આપા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તામાય યોકજુટ હેય હાચ્ચો પોરમેહેર એને અનંતજીવન ઈંજ હેય.


જીં કાદાં પોરમેહેરા પોહાવોય બોરહો કોઅહે, તી નોક્કીજ જાંઅહે કા પોરમેહેરાય જીં આખ્યાહા તી હાચ્ચાં હેય. જીં કાદાં પોરમેહેરાવોય બોરહો નાંય કોએ, તી પોરમેહેરાલ જુઠા ઠોરવેહે, કાહાકા ચ્યે સાક્ષીવોય બોરહો નાંય કોએત, જીં પોરમેહેરાય પોતાના પાહા બારામાય દેનલી હેય.


દુનિયાવોય જીત કું મેળવી? કેવળ તીંજ જીં ઓ બોરહો કોઅહે કા ઈસુ પોરમેહેરા પોહો હેય.


જો કાદો એહેકોય માની લેહે, કા ઈસુ પોરમેહેરા પોહો હેય, પોરમેહેર ચ્યામાય એને તો પોરમેહેરામાય વોહતી કોઅહે.


પાછે યશાયા ભવિષ્યવક્તાકોય પોરમેહેરાય આખ્યાં, “જ્યેં માન નાંય હોદા આતેં, ચ્યાહાય માન પામી લેદહો, એને જ્યેં માન પુછા બી નાંય આતેં, ચ્યાહાવોય આંય પ્રગટ ઓઈ ગીયો.”


બાકી પવિત્ર આત્મા સામર્થ્યાકોય તો મોઅલા માઅને પાછા જીવી ઉઠવાને લીદે પોરમેહેરા પોહો સાબિત જાયો.


એને તો તારાત દમસ્ક શેહેરા સોબાયે ઠિકાણે તો ઈસુવા પ્રચાર કોઅરા લાગ્યો કા ઈસુજ પોરમેહેરા પોહો હેય.


વાટે ચાલતા-ચાલતા ચ્યા યોકા તોળાવા પાહી પોઅચ્યા, તોવે નપુસકે આખ્યાં કા, “દેખ ઈહીં તોળાવા હેય, આમી માન બાપતિસ્મા લેયના કાય વાંદો હેય”


થોમાય જાવાબ દેનો, “ઓ મા પ્રભુ, ઓ મા પોરમેહેર.”


ચ્યે આખ્યાં, “હાં, પ્રભુ, આંય બોરહો કોઅત્યાહાંવ કા તું પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેતો જો દુનિયામાય યેનારો આતો, તો તુંજ હેય.”


એને આમા બોરહો કોઅજેહે એને જાંઆઈ ગીયા કા પોરમેહેરા પવિત્ર માઅહું તુંજ હેય.”


ચ્યા પાછે તી માઅહું ઈસુલ દેવાળા બાઆપુર મિળ્યો, તોવે ચ્યાલ આખ્યાં, “એએ, તું હારો ઓઈ ગીયો, આમીને પાપ કોઅના નાંય, કોઅહે તે તોવોય પેલ્લા કોઅતા મોઠી આબદા તોવોય પોડી.”


જીં માઅહું પોરમેહેરા પોહાવોય બોરહો કોઅહે, અનંતજીવન ચ્યાજ હેય, બાકી જીં પોરમેહેરા પોહાવોય બોરહો નાંય કોએ, ચ્યાલ અનંતજીવન નાંય મીળે, બાકી પોરમેહેરા ડોંડ ચ્યાવોય બોની રોય.”


માયે ઈ પોતે એઅયા એને આંય સાક્ષી દેતહાવ કા, ઓ પોરમેહેરા પોહો હેય.”


પોરમેહેરાલ કાદે દેખ્યહો નાંય, બાકી પોરમેહેરા યોકનેયોક પોહો ચ્યા પોરમેહેરા પાહાય રોહે, ચ્યેય ચ્યાલ પ્રગટ કોઅયા.


પોરમેહેરા પોહો ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર ઇહિને યા પરમાણે ચાલુ ઓઅહે.


તોવે સિમોન પિત્તરે જાવાબ દેનો, “તું પોરમેહેરા પોહો ખ્રિસ્ત હેય.”


જ્યા ઉડીમાય આતા, ચ્યાહાય યેયન ભક્તિ કોઇન આખ્યાં, “હાચ્ચોજ, તું પોરમેહેરા પોહો હેય.”


તોવે સૈતાનાય ચ્યાપાય યેયન ચ્યાલ આખ્યાં કા, “જો તું પોરમેહેરા પોહો ઓરી, તે આગના દેયને સાબિત કોઅઇ દે કા યા દોગડા બાખ્યો બોની જાય કા તું ચ્યેહેલ ખાય હોકે.”


યો વાતો ચ્યા આયહે આબહાય યાહાટી આખ્યો, કાહાકા ચ્યાહાન યહૂદી આગેવાનહા દાક આતી, કાહાકા યહૂદી આગેવાનહાય નોક્કી કોઅયેલ કા, જીં માઅહું ઈસુવોય બોરહો કોએ કા તો ખ્રિસ્ત હેય, ચ્યાલ સોબાયે ઠિકાણા માઅને કાડી દેવામાય યેય.


ચ્યાહાય ચ્યાલ જાવાબ દેનો, “તું તો પેલ્લેથી પાપામાંય જોનમ્યોહો, તું આમહાન કાય હિકાડતોહો?” તોવે ચ્યાહાય ચ્યાલ સોબાયે ઠિકાણા માઅને બાઆ કાડી દેનો.


યાહાટી જો આંય યાંવ, તે આંય મંડળી લોકહાઆરે સાફ વાત કોઅહી કા તો કાય-કાય કોઅઇ રિઅલો હેય, એટલે આમહાવોય ખારાબ કામ કોઅના જુઠો દોષ લાવહે. ઓલહાંજ નાંય, તો તે ચ્યા હારી ખોબાર આખાહાટી ચારીચોમખી મુસાફરી કોઅનારા વિસ્વાસ્યાહા આવકાર કોઅરાહાટી નાકાર કોઅહે, એને જ્યેં ચ્યાહાન આવકાર કોઅરા માગતેહે ચ્યાહાનબી મોનાય કોઅહે એને ઓલે લોગુ કા મંડળી સોબાયે માઅને બી બાઆ કાડી દેહે.


ફિલિપે આખ્યાં, “જોવે તું પુરાં મોનાકોય બોરહો કોઅતોહો તે લેય હોકતોહો” ચ્યાય જોવાબ દેનો, “આંય બોરહો કોઅતાહાંવ કા ઈસુ ખ્રિસ્ત પોરમેહેરા પોહો હેય.”


Swiv nou:

Piblisite


Piblisite