31 આમા જાંઅજેહે કા, પોરમેહેર પાપી લોકહા નાંય વોનાયે, બાકી જીં માઅહું પોરમેહેરા ભક્ત હેય એને પોરમેહેરા મોરજયેકોય જીવહે, તો ચ્યા વોનાયેહે.
તુમહાય માન નાંય નિવડયો, બાકી માયે તુમહાન નિવડયા, એને તુમહાન નેમહ્યા કા તુમા જાયન ફળ લીયા, એને તુમહે ફળ ટોકી રોય, કા તુમા મા શિષ્ય હેય યાહાટી આબહાવોય માગા, એને તો તુમહાન દી.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.
જો કાદાં માઅહું ચ્યા ઇચ્છા પુરી કોઅરા માગહે તોવે ચ્યાલ ખોબાર પોડી કા મા શિક્ષણ પોરમેહેરા પાયને હેય કા પોતા કોઇન આખતાહાવ.
તોવે ખ્રિસ્તાય પોરમેહેરાલ આખ્યાં, એએ, આંય તો ઇચ્છા પુરી કોઅરાહાટી યેનહો, જેહેકેન કા નિયમાહા ચોપડયેમાય મા બારામાય લોખલાં હેય.
ચ્યે માઅહે ચ્યાહાન આખ્યાં, “એરે ઈ તે, નોવાયે વાત હેય કા એલે માન દેખતો કોઅયો તેરુંબી તુમા નાંય જાંઅતાહા કા તો કેછને હેય.
જોવેને દુનિયા બોની તોયાં આજેલોગુ આપા ઈ નાંય વોનાયા, કા કાદેબી જન્માથી આંદળાલ દેખતો કોઅયો ઓરી.
એને આમીબી આંય જાંઅહુ કા તું પોરમેહેરાપાઅને જીં કાય માગહે તી પોરમેહેર તુલ દેઅરી.”