19 કા, “કાય ઓ તુમહે પોહો હેય, જ્યાલ તુમા આખતેહે કા આંદળો જોનમ્યો? તોવે આમી કેહેકેન એઅઇ હોકહે?”
બાકી જીં માઅહું હારો જાયલો આતો, તો પિત્તર એને યોહાના આરે ઉબો દેખીન, સોબાયેમાય યોખઠા ઓઅલા લોક ચ્યાહા વિરુદમાય કાયજ આખી નાંય હોક્યા.
એને ચ્યાલ વોળખી લેદો કા ઓ તોજ હેય જો દેવાળા સુંદાર નાંવા બાઅણા પાય બોહીન બિખ માગે, એને ચ્યે યે ઘટના કોય જીં ચ્યાઆરે જાયલી, ચ્યે બોજ નોવાય પામીન ચમકાય ગીયે.
બાકી યહૂદી આગેવાનહાય બોરહો નાંય કોઅયો કા તો આંદળો આતો એને દેખતો ઓઅઇ ગીયો, જાવ લોગુ ચ્યાહાય ચ્ચા આંદળા આયહે આબહાલ હાદિન નાંય પુછ્યાં.
ચ્યા આયહે આબહે જાવાબ દેનો કા, “આમા જાંઅજેહે કા ઓ આમહે પોહો હેય, એને આંદળો જોનમ્યો.