12 ચ્યાહાય ચ્યાલ પુછ્યાં, “તો કેછ હેય?” ચ્યે આખ્યાં, “માન ખોબાર નાંય.”
યહૂદી આગેવાન સણા દિહામાય ચ્યાલ હોદેત એને ચ્યા આખે, “એલો કેછ હેય?”
ચ્યાય જાવાબ દેનો, “ઈસુ નાંવા યોક માઅહે કાદુ મોગલ્યો એને મા ડોળાહાવોય ચોપડયો, એને ચ્યે માન આખ્યાં, શિલોહ કુંડ માય જાયન મું દોવી લે, તોવે આંય ગીયો એને દોવ્યા પાછે એઅતો લાગ્યો.”
જ્યેં દિહે ઈસુય કાદુ મોગલીન ચ્યા માઅહાલ એઅતો કોઅયો, તો આરામા દિહી આતો. યાહાટી લોક જો પેલ્લા આંદળો આતો ચ્યાલ પોરૂષીયા પાય લેય ગીયા.