53 આમે આબહો આબ્રાહામ તો મોઅઇ ગીયો, કાય તું ચ્યા કોઅતો મોઠો હેય? એને ભવિષ્યવક્તા બી મોઅઇ ગીયા, તોવે તું પોતાલ કાય હોમાજતોહો?”
કાય તું આમહે વડીલ યાકૂબા કોઅતો મોઠો હેય, ચ્યેજ આમહાન ઈ વેએય દેનહી, એને ચ્યે પોતે એને ચ્યા પાહાહાય એને ડોબહાય પિદાં?”
પ્રસિદ્ધ આગલા ડાયાબી એટલે આબ્રાહામ, ઈસાક એને યાકૂબ ચ્યાજ આગલા ડાયા હેય, શરીરા ઇસાબે ઈસુ ખ્રિસ્તાબી ચ્ચાહાજ પેડ્યેમાય જન્મો જાયો, પોરમેહેર બોદહાવોય રાજ્ય કોઅહે, ચ્યા સાદા સ્તુતિ ઓઅતી રોય. આમેન.
યહૂદી આગેવાનહાય પિલાત રાજાલ જવાબ દેનો, “આમહે બી યોક નિયમ હેય, એને ચ્યા નિયમશાસ્ત્રા નુસાર તો માઆઇ ટાકના લાયકે હેય, કાહાકા ચ્યાય પોતાલ પોરમેહેરા પોહો આખ્યાં.”
તોવે લોકહાય ચ્યાલ આખ્યાં, “નિયમશાસ્ત્ર માય આમા એહેકેન વોનાયાહા, કા ખ્રિસ્ત કાયામુંજ જીવતો રોય, તોવે તું કેહેકેન આખતોહો કા માઅહા પોહાલ ઉચે ચોડાવના જરુરી હેય? ઓ માઅહા પોહો કું હેય?”
યહૂદી આગેવાનહાય ચ્યાલ જાવાબ દેનો, “હારાં કામાહાટી તુલ નાંય દોગડાટી દેજે બાકી પોરમેહેરા નિંદાયે હાટી કાહાકા તું માઅહું છતા, પોરમેહેર હેતાઉ એહેકેન આખતોહો.”
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, આબ્રાહામા જન્મો જાયો ચ્યા પેલ્લા આંય હેતાઉ.”
ઈસુય એહેકોય આખ્યાં ચ્યાહાટી યહૂદી આગેવાન ચ્યાલ માઆઇ ટાકાં કોશિશ કોઅરા લાગ્યા, કાહાકા તો આરામા દિહી નાંય પાળે ઓલહાંજ નાંય, બાકી પોરમેહેરાલ મા આબો આખીન, આંય પોતે પોરમેહેરા રોકો હેતાંવ એહેકેન આખતો આતો.
બાકી આંય તુમહાન આખહુ કા ઈહીં જો હેય તો દેવાળા કોઅતો મહાન હેય.
એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય, બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદા કોઅઇ હોકહે.