45 આંય હાચ્ચાં આખતાહાવ, યાહાટી તુમા માયેવોય બોરહો નાંય કોએત.
તો બોદે ખારાબ કામે કોઅરી એને લોકહાન દોગો દેઅરી જ્યેં પોરમેહેરાકોય નાશ કોઅલે જાય. કાહાકા ચ્યાહાય હાચ્ચાયેવોય બોરહો નાંય કોઅયોહો, જો ચ્યાહાન બોચાવી હોકે.
તે આમી માયે તુમહાન હાચ્ચી વાત આખી યાહાટી આંય તુમહે દુશ્માન બોની ગીયો કા?
પિલાત રાજાય આખ્યાં, “તોવે તું રાજા હેતો કા?” ઈસુવે જવાબ દેનો, “આંય રાજા હેતાઉ, એહેકેન તું આખતોહો, મા જન્મો લેયના એને દુનિયામાય યેયના કારણ હેય, કા હાચ્ચાયે બારામાય હિકાડી હોકુ, જ્યેં હાચ્ચાં પાળતેહે ચ્યે મા વાત વોનાતેહે.”
દુનિયા લોક તુમહેઆરે આડાઇ નાંય કોઇ હોકે, બાકી મા આરે આડાઇ કોઅતેહે, કાહાકા આંય ચ્યાહા વિરુદ સાક્ષી દેતહાવ કા ચ્યાહા કામે ખારાબ હેય.
તુમહેમાઅને કું માન પાપ કોઅના દોષ થોવહે? જોવે આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ તોવે તુમા કાહાનાય બોરહો કોએત?