41 તુમા તુમહે આબહા હારકે કામ કોઅતાહા.” ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “આમે વ્યબિચારાથી નાંય જન્મો જાયહો, આમે તે યોકુજ આબહો હેય એને તો પોરમેહેર હેય.
તુમા તુમહે આબહો સૈતાનાપાઅને હેતા, એને તુમા તુમહે આબહા ઉસ પુરી કોઅરા માગતાહા, તો તે પેલ્લેથી ખૂની હેય, એને હાચ્ચાયેવોય મજબુત નાંય રોય કાહાકા ચ્યામાય હાચ્ચાં હેયેજ નાંય. જોવે તો ઠોગીન વાત કોઅહે, તોવે તો પોતા મોના વિચાર કોઇન આખહે, કાહાકા તો ઠોગ હેય, એને ઠોગનારાહા આબહો હેય.
આંય તીંજ તુમહાન આખતાહાવ જીં માયે એઅયા, જોવે આંય પોતાના આબહા આરે આતો. એને તુમા તીંજ કોઅતા રોતહા જીં તુમહાય તુમહે આબહાથી વોનાલા હેય.”
એને આદામા પોહો કાઈના હારકા મા બોનહા, જો ચ્ચા સૈતાનથી આતો, એને જ્યાંય પોતે બાહાલ માઆઇ ટાક્યો, એને તો ચ્ચાલ કોઅયેહે કારણથી માઆઇ ટાક્યો? યે કારણે કા કાઈના કામ ખારાબ આતેં એને ચ્ચા બાહા હાબેલા કામે ન્યાયી આતેં.