38 આંય તીંજ તુમહાન આખતાહાવ જીં માયે એઅયા, જોવે આંય પોતાના આબહા આરે આતો. એને તુમા તીંજ કોઅતા રોતહા જીં તુમહાય તુમહે આબહાથી વોનાલા હેય.”
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, પોહો પોતે કાય નાંય કોઅય હોકે, તો કેવળ તીંજ કોઇ હોકહે, તો તીંજ કોઅહે, જીં તો આબહાલ કોઅતો એએહે, કાહાકા જીં કાય આબહો કોઅહે, તીંજ પોહોબી કોઅહે.
તુમા તુમહે આબહો સૈતાનાપાઅને હેતા, એને તુમા તુમહે આબહા ઉસ પુરી કોઅરા માગતાહા, તો તે પેલ્લેથી ખૂની હેય, એને હાચ્ચાયેવોય મજબુત નાંય રોય કાહાકા ચ્યામાય હાચ્ચાં હેયેજ નાંય. જોવે તો ઠોગીન વાત કોઅહે, તોવે તો પોતા મોના વિચાર કોઇન આખહે, કાહાકા તો ઠોગ હેય, એને ઠોગનારાહા આબહો હેય.
તુમા તુમહે આબહા હારકે કામ કોઅતાહા.” ચ્યાહાય ચ્યાલ આખ્યાં, “આમે વ્યબિચારાથી નાંય જન્મો જાયહો, આમે તે યોકુજ આબહો હેય એને તો પોરમેહેર હેય.
“આંય પોતે કાય નાંય કોઇ હોકતાહાવ, આંય લોકહા ન્યાય તેહેકેન કોઅતાહાંવ, જેહેકેન પોરમેહેર આબો માન ચ્યાહા ન્યાય કોઅરા આખહે, એને મા ન્યાય હાચ્ચો હેય, કાહાકા આંય મા મોરજયેકોય નાંય ન્યાય કોઉ, બાકી મા દોવાડનારા મોરજયેકોય કોઅહુ.
જો કાદો માયેવોય પ્રેમ નાંય કોએ, તો મા આગના નાંય પાળે, એને જીં વચન તુમા વોનાતેહે, તી મા નાંય હેય, બાકી જ્યેં માન દોવાડયોહો ચ્યા આબહા હેય.”
આંય આબહામાય હેતાઉ એને માંયેમાય આબહો હેય, કાય તું યે વાતવોય બોરહો નાંય કોઆ? જીં વાત આંય તુમહાન આખતાહાવ, મા પોતા ઓદિકારા કોઇન નાંય આખતાહાવ, બાકી આબહો માંયેમાય રોયન તીંજ કામ કોઅહે જીં તો કોઅરા માગહે.
તુમહે બારામાય માન બોજ કાય આખના એને ન્યાય કોઅના હેય બાકી માન જ્યેં દોવાડયો, તો હાચ્ચો હેય, એને જીં આંય ચ્યાથી વોનાયોહો, તીંજ આંય દુનિયા લોકહાન આખતાહાવ.”
જીં કાય ચ્યાય એઅયા, એને વોનાલો હેય, ચ્યાજ સાક્ષી દેહે, એને બોજ વોછા લોક ચ્યા સાક્ષીવોય બોરહો કોઅતાહા.
કાહાકા જો સંદેશ તુયે માન દેનો, માયે ચ્ચાહાન પોઅચાડી દેનો એને ચ્યા સંદેશાલ ચ્યાહાય બોરહો કોઅયો, એને હાચ્ચાં જાંઅતાહા કા આંય તોપાઅને યેનહો, એને ચ્યાહાય ઓ બોરહો કોઅયો કા તુયેજ માન દોવાડયોહો.
જોવે યોહાને દેખ્યા પોરૂષી એને સાદૂકી લોક ચ્યાપાય બાપતિસ્મા લાંહાટી યેય રીયહા, તે ચ્યાય આખ્યાં, તુમા જેરીવાળા હાપડા હારખા ખારાબ હેય, તુમહાન કુંયે પોરમેહેરા ન્યાયામાઅને નાહના ચેતાવણી દેની જો યેનારો હેય?