52 ચ્યાહાય ચ્યાલ જાવાબ દેનો, “કાય તુંબી ગાલીલ ભાગા હેય કા? પવિત્રશાસ્ત્રમાય હોદ એને તુલ હોમજાયી કા ગાલીલ ભાગામાઅને કાદો ભવિષ્યવક્તા નાંય યેનારો હેય.”
બીજહાંય આખ્યાં, “તો ખ્રિસ્ત હેય,” બાકી કાદાય આખ્યાં, “કાહા? કાય ખ્રિસ્ત ગાલીલ ભાગામાઅને યી?
નતનએલે ફિલિપાલ પુછ્યાં, “કાય કાદી હારી વસ્તુ બી નાજરેત ગાવામાઅને નિંગી હોકતી હેય કા?” ફિલીપાય નતનએલાલ જવાબ દેનો, “તું યેઇન એઈલે.”
ચ્યાહાય ચ્યાલ જાવાબ દેનો, “તું તો પેલ્લેથી પાપામાંય જોનમ્યોહો, તું આમહાન કાય હિકાડતોહો?” તોવે ચ્યાહાય ચ્યાલ સોબાયે ઠિકાણા માઅને બાઆ કાડી દેનો.
પવિત્રશાસ્ત્રા અભ્યાસ કોઅતાહા, કાહાકા તુમા એહેકેન બોરહો કોઅતાહા કા ચ્યામાય તુમહાન અનંતજીવન મિળી, એને તીંજ પવિત્રશાસ્ત્ર મા બારામાય સાક્ષી દેહે.
તોવે બોદે જાંએ જ્યાહા ચ્યાહા ગોઓ જાતે રિયે.