46 દેવાળા રાખવાળ્યાહાય જાવાબ દેનો, “કાદા માઅહાય કોવેજ ઓહડયો વાતો નાંય કોઅલ્યો.”
બોદહાલ બોજ હારાં ગોમ્યા એને ચ્યાય જીં મોયાની વાત આખી ચ્યાવોય ચ્યાહાન નોવાય પામીન આખ્યાં, “કાય ઓ યોસેફા પોહો નાંય હેય?”
બાકી એઆ, તો તે બોદહા હોમ્મે વાતો કોઇ રિઅલો હેય, એને કાદો ચ્યાલ કાય નાંય આખે, એને આગેવાન લોકહાન ખાત્રી જાયી કા ઓજ ખ્રિસ્ત હેય?
ચ્યા હિકાડના બારામાય ચ્યાહાન નોવાય લાગી કાહાકા તો પુરાં ઓદિકારવાળા હારકો હિકાડે.
પોરૂષીયાહાય લોકહાન ચ્યા બારામાય યો વાતો દૂરે-દૂરે કોઅતા વોનાયા, એને મુખ્ય યાજક એને પોરૂષીયાહાય દોઅરાંહાટી દેવાળા રાખવાળ્યા દોવાડયા.