34 તુમા માન હોદાહા બાકી આંય તુમહાન નાંય મીળહી એને આંય જાં રોહુ તાં તુમહાન નાંય યેવાયી.”
ઓ આબા, મા ઇચ્છા હેય કા જ્યાહાન તુયે માન દેનહા, જાં આંય રોઉં, તાં ચ્યાબી મા આરે રોય, કા ચ્યા મા તી મહિમા એએ જીં તુયે માન દેનહી, કાહાકા દુનિયા બોનાવા પેલ્લા તુયે માયેવોય પ્રેમ કોઅયા.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.
આંય તાં જાયને જાગો તિયાર કોઇન પાછે આંય પાછો યેયન, તોવે તુમહાન મા આરે રા લેય યીહીં, યાહાટી કા જાં આંય હેતાઉ તાં તુમાબી રોહા.
કાહાકા આંય તુમહાન આખતાહાવ, કા આમીને લેઈને જાવ લોગુ તુમા નાંય આખહા, બોરકાત વાળો હેય જો, પ્રભુ ઓદિકારાકોય યેહે, તાંવ લોગુ તુમા માન પાછા કોદહી નાંય એઅહા.
તો કાય આખા માગહે કા, ‘તુમા માન હોદહા, બાકી આંય તુમહાન નાંય મીળહી, એને જાં આંય હેય, તાં તુમા નાંય યી હોકે?’”