43 પાછે તો બેન દિહી રોયન તાઅને આગલા ગાલીલ ભાગામાય ગીયો.
આંય આખહુ કા, પોરમેહેરાય જ્યા વાયદા આગલ્યા ડાયાહા આરે કોઅલા આતા, ચ્યાહાન હાચ્ચાંજ સાબિત કોઅરા એને પોરમેહેર વિશ્વાસયોગ્ય હેય એહેકોય સાબિત કોઅરાહાટી ઈસુ ખ્રિસ્ત સુન્નત ઓઅલા એટલે યહૂદી લોકહા સેવક બોન્યો.
યાહાટી જોવે ચ્યા સમરૂનીયા ચ્યાપાય યેય પોઅચ્યા, તોવે ચ્યાહાય ચ્યાલ રાવ્યાં કોઅયા કા, “આમહે આરે ઈહીં રોજે” એને તો બેન દિહી તાં રિયો.
એને તો નાજરેત ગાવાલ છોડીન તો કાપરનાહુમ ગાવામાય જો દોરિયા મેરાવોય જબુલુન એને નાફતાલી ભાગામાય જાયને રા લાગ્યો.
ઈસુ પાછો ગાલીલ ભાગા કાના ગાવામાય યેનો, જાં ચ્યે પાઅયાલ દારાખા રોહો બોનાવ્યેલ. કાપરનાહુમ ગાવામાય યોક રાજા આતો ચ્યા ચાકારા પોહો બિમાર આતો.
આંદ્રિયાસ સિમોનાલ ઈસુવાપાય લેય ગીયો, ઈસુવે ચ્યાએછે એઇન આખ્યાં, “તું યોહાના પોહો સિમોન હેય, આમી પાછે તો નાંવ કેફા મતલબ પિત્તર રોય.”
કાહાકા ઈસુવે પોતેજ સાક્ષી દેનેલ કા ભવિષ્યવક્તાલ પોતા વોતનામાય કાદો નાંય આદર કોએ.