34 ઈસુવે ચ્યાહાન આખ્યાં, “મા ખાઅના પોરમેહેરા મોરજી પાલન કોઅના હેય જ્યેં માન દોવાડયો, એને ચ્યા કામાલ પુરાં કોઅના હેય, જીં માન હોપલા હેય.
કાહાકા આંય મા મોરજી પુરી કોઅરાહાટી નાંય, બાકી જ્યેં માન દોવાડયોહો ચ્યા મોરજી પુરી કોઅરાહાટી હોરગામાઅને યેનહો.
“આંય પોતે કાય નાંય કોઇ હોકતાહાવ, આંય લોકહા ન્યાય તેહેકેન કોઅતાહાંવ, જેહેકેન પોરમેહેર આબો માન ચ્યાહા ન્યાય કોઅરા આખહે, એને મા ન્યાય હાચ્ચો હેય, કાહાકા આંય મા મોરજયેકોય નાંય ન્યાય કોઉ, બાકી મા દોવાડનારા મોરજયેકોય કોઅહુ.
જીં કામ તુયે માન કોઅરાહાટી દેનેલ, તી માયે પુરાં કોઇન દોરતીવોય તો મહિમા કોઅલી હેય.
જોવે ઈસુય ખાટા ચાખ્યાં, તોવે આખ્યાં, કા “પુરાં ઓઈ ગીયા” એને ટોલપી નોમાવીન મોઅઇ ગીયો.
પાછો ઈસુ વાહાયોક દુઉ ગીયો એને મેંડયે પોડયો એને પોતે ચેહેરો દોરત્યેવોય ટેકાડી દેનો એને પ્રાર્થના કોઅરા લાગ્યો, “ઓ પિતા, નોકીજ બોની હોકેત યા દુઃખા પિયાલો માથી દુઉ ઓઅઇ જાય, તેરુંબી જેહેકોય આંય વિચારતાહાવ તેહેકેન નાંય, બાકી જેહેકોય તું વિચારતો તેહેકોયનુજ ઓએ.”
બાકી માયેપાંય યોહાના સાક્ષી કોઅતી મોઠી સાક્ષી હેય, જીં કામ આબહે માન પુરાં કોઅરાહાટી દેનહા, તીંજ કામ જીં આંય કોઅહુ મા બારામાય સાક્ષી દેહે, કા આબહે માન દોવાડલો હેય.
બાકી ઈસુય ચ્યાહાન આખ્યાં, “માયેપાંય ઓહડા ખાઅના હેય, જ્યાલ તુમા નાંય જાંએત.”
“કાહાકા આંય, માઅહા પોહો ટાકાય ગીઅલાહાન હોદાહાટી એને ચ્ચાહા બોચાવ કોઅરા યેનહો.”
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.
આંય તુમહાન આખહુ, કા યેજ રીતે યોક પાપ કોઅનારો જોવે પાપ કોઅના બોંદ કોઅરી ચ્યાહાટી પોરમેહેરા હોરગા દૂતહા હામ્મે આનંદ ઓઅહે.”
માયે તુમહાન બોદાંજ કોઅય દેખાડયાં, કા યે રીતે મેહનાત કોઅના નોબળાહાન સાંબાળના, એને પ્રભુ ઈસુ વચનાહાલ યાદ રાખના જરુરી હેય, કા ચ્ચેય પોતેજ આખલા હેય, ‘લેયના કોઅતા દેયના ધન્ય હેય’.”
કાહાકા જીં બાખે હોરગામાઅને યેહે એને દુનિયા લોકહાન જીવન દેહે, તીજ પોરમેહેરા બાખે હેય.”
ઈસુવે ચ્યાલ ઓ જાવાબ દેનો કા, “એહેકેન ઓઅરા દે, કાહાકા યે રીતે આમા તીં બોદા કોઅઇ રીયહા જીં પોરમેહેરાલ આમહે થી જોજહે” તોવે, યોહાન ઈસુવાલ બાપતિસ્મા દાંહાટી તિયાર ઓઈ ગીયો.
ચ્યે ચ્યાહાન આખ્યાં, “તુમા માન કાય કોઅરા હોદેત? તુમહાન માલુમ નાંય આતા, કા આંય મા આબહા ગોઅમેજ ઓરા જોજે?”
એને મા દોવાડનારો મા આરે હેય, ચ્યે માન યોખલો નાંય છોડયો, કાહાકા આંય કાયામ તીંજ કામ કોઅતાહાંવ, જ્યાથી તો ખુશ ઓઅહે.”
ચ્યા પાછે ઈસુય એહેકોય જાંઆઈન કા ચ્યાય ચ્યા બોદા કામ પુરાં કોઇ દેનલા હેય, યાહાટી કા પવિત્રશાસ્ત્રામાય લોખલાં તી હાચ્ચાં સાબિત ઓએ, ઈસુવે આખ્યાં; “માન પીહી લાગહી.”
ઈસુ ઉઠયો એને ચ્યા શિષ્યહાઆરે ચાલ પોડયો.