25 તાં યોહાના શિષ્યહા કાદા યહૂદી માઅહા આરે યહૂદીયાહા ધાર્મિક નિયમા પરમાણે આથ દોવના રુડી બારામાય બોલાબોલી જાયી.
તાં યહૂદીયાહા ધાર્મિક નિયમા પરમાણે આથ દોવના રુડી આતી, એહેકેન કોઅરાહાટી ચ્યાહાય દોગડા છ વેંડલે થોવલે આતેં, યોકા યોકામાય બેબુન, તીતુન મણ (યોક મણ=વિહી લીટર લગભગ) પાઆઈ બોઆય એહેકેન ચ્યે આતેં.
બાપતિસ્મા એને આથ થોવના, મોઅલા માઅને પાછા જીવી ઉઠના એને અનંત વિનાશા બારામાય વાતો કોઅતા મજબુત શિક્ષણા બારામાય દિયાન દા.
“આંય તે પાઆયાકોય તુમહાન પાપ કોઅના બંદ કોઅરાહાટી બાપતિસ્મા દેતહાવ, બાકી જો મા પાછે યેનારો હેય, તો મા કોઅતો મહાન ગોત્યેવાળો હેય: આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયક્યે નાંય હેય, એને તો તે તુમહાન પવિત્ર આત્મા એને આગડાકોય બાપતિસ્મા દી.
ઈ બાપતિસ્મા નિશાણી હેય, જો આમી તુમહે તારણ કોઅહે, બાપતિસ્મા મોતલાબ શરીરા મળ દોવના નાંય, બાકી શુદ્ધ રુદયાથી પોતાનાલ પોરમેહેરાહાટી સમર્પિત કોઅના હેય. ઈ બાપતિસ્મા ઈસુ ખ્રિસ્તા મોઅલા માઅને પાછા જીવતા ઓઅનાથી આમહે તારણ કોઅહે.
યાહાટી ઈ જરુરી આતાં કા મેળાપા માંડવો એને ચ્યામાઅને બોદી વસ્તુહુલ વિદયેનુસાર ચોખ્ખાં કોઅરાહાટી જોનાવરહા બેટ દેનલી જાય એને યો હોરગા વસ્તુહુ નકાલ હેય, બાકી હોરગામાઅની ચ્યે વસ્તુહુલ વિદયેનુસાર ચોખ્ખાં કોરાહાટી, જોનાવરહા લોયેથી વોદારે ઉત્તમ બલિદાના જરુરી આતી.
કાહાકા ચ્યા નિયમ કેવળ લોકહા ખાઅના-પિઅના બારામાય એને બિજા શુદ્ધીકરણા બારામાય દેખાડતાહા જ્યાથી લોક બારેને ચોખ્ખેં ઓઅય જાતહેં, બાકી યાહા રુદયાસે કાય લેયના-દેયના નાંય હેય, યે વિદ્યેહેલ તાંઉલોગુ માનના આતાં જાંવલોગુ કા પોરમેહેરાય પોતાનો નોવો નિયમ સ્થાપિત નાંય કોઅયો.
તુમાહાય પોરમેહેરા આગના પાળના બોંદ કોઅઇ દેનાહાં એને માઅહા રીવાજ પાળતાહા.