13 કાદાં માઅહું હોરગામાય નાંય ગીયહા બાકી કેવળ આંય, માઅહા પોહો હોરગામાઅને નિચે ઉતી યેનહો.
કાહાકા આંય મા મોરજી પુરી કોઅરાહાટી નાંય, બાકી જ્યેં માન દોવાડયોહો ચ્યા મોરજી પુરી કોઅરાહાટી હોરગામાઅને યેનહો.
કાહાકા દાઉદ તે હોરગામાય નાંય ચોડયો, બાકી તો પોતે આખહે, ‘પ્રભુ પોરમેહેરાય મા પ્રભુવાલ આખ્યાં, તું મા જમણા આથા એછે બોહો.’
પોરમેહેરાલ કાદે દેખ્યહો નાંય, બાકી પોરમેહેરા યોકનેયોક પોહો ચ્યા પોરમેહેરા પાહાય રોહે, ચ્યેય ચ્યાલ પ્રગટ કોઅયા.
પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો.
ઈસુ ઈ જાંઅતો આતો, કા પોરમેહેર આબહે બોદા કાય ચ્યા ઓદિકારામાય હોઅપી દેનહા એને તો પોરમેહેરાપાઅને યેનહો એને પોરમેહેરાપાય પાછો જાય રિઅલો હેય.
બાકી પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય કા જીં માઅહું બોરહાકોય ન્યાયી ઠોરાવલા જાહે, ચ્ચે પોતાના મોનામાય ઈ નાંય આખના, કા “હોરગા વોય કું ચોડી ખ્રિસ્તાલ નિચે ઉતાડી લિયાહાટી?”
એને જોવે તુમા માઅહા પોહાલ જાં તો પેલ્લો આતો તાં ઉચે ચ્યાલ પાછો જાતો એઅહા, તોવે કાય ઓઅરી?
“જો હોરગામાઅને યેહે, તો બોદહા કોઅતો મહાન હેય, જો દોરત્યેવોયને યેહે તો દોરત્યેવોયને હેય એને દોરતીજ વાતો કોઅહે, એને જો હોરગામાઅને યેહે તો બોદહા ઉચે હેય.
કાદાય પોરમેહેર આબહાલ નાંય દેખહયો, બાકી જો પોરમેહેરાપાઅને યેનહો, ચ્યાય પોરમેહેર આબહાલ દેખ્યહો.
એને ચ્યાહાય આખ્યાં, “ઓ યોસેફા પોહો ઈસુ હેય કા નાંય, ચ્યા આયહે-આબહાલ આપા વોળાખજેહે? તોવે તો એહેકેન કાહા આખહે કા આંય હોરગામાઅને યેનહો?”
એને આમી, ઓ મા આબા, તોઆરે મા મહિમા કોઓ, તીજ મહિમા જીં મા તો હાતે દુનિયા બોનાવના પેલ્લી આતી.”
ઈસુય ચ્યાહાન આખ્યાં, જો પોરમેહેર તુમહે આબહો રોતો, તોવે તુમા માયેવોય પ્રેમ કોઅતા, કાહાકા આંય પોરમેહેરાપાઅને યેનહો, આંય પોતા કોઇન નાંય યેનહો, બાકી પોરમેહેરાય માન દોવાડયોહો.
જીવના બાખે જીં હોરગામાઅને ઉતી યેનલી હેય તી આંય હેય. યે બાખ્યેમાઅને જોવે કાદો ખાય, તો સદાકાળ જીવી, એને જીં બાખે આંય દિહી તી દુનિયા લોકહા જીવનાહાટી મા શરીર હેય.”
કાહાકા જીં બાખે હોરગામાઅને યેહે એને દુનિયા લોકહાન જીવન દેહે, તીજ પોરમેહેરા બાખે હેય.”
યાહાટી આપહે એને પુરાં ટોળા દેખ-ભાલ કોઆ, જ્યામાય પવિત્ર આત્માય તુમાહાલ અધ્યક્ષ ઠરાવલો હેય કા તુમા પોરમેહેરા મંડળીલ રાખવાળી કોઆ, જ્યેલ ચ્યાય ચ્ચા લોયાકોય વેચાતી લેદલી હેય.
એને ચ્યાહાન બોદ્યો વાતો જ્યો માયે તુમાહાલ આગના દેનહી, ચ્યો માનના હીકાડા: એને યાદ રાખા, આંય દુનિયા છેલ્લે લોગુ તુમહેઆરે હેય.
વિસ્વાસી લોકહા મંડળી ખ્રિસ્તા શરીર હેય, એને ખ્રિસ્ત શરીરા ટોલપી હેય, એને મંડળી ખ્રિસ્તાકોય બાઆલી હેય, જો બોદે જગ્યા બોદી વસ્તુહુલ ચ્યા હજરીકોય બોઅય દેહે.
ઈસુય ચ્યાલ આખ્યાં “કોલાહા દોર હેતા એને આકાશામાય ઉડતા ચિડહા ગોરા હેતા, બાકી આંય, માઅહા પોહાપાય યોક ગુઉ બી નાંય હેય કા જાં આંય હૂવી હોકુ.”
જોવે તુમહાન માયે દુનિયામાઅને વાત આખી તોવે ચ્યેવોય તુમા બોરહો નાંય કોએત, તો જોવે હોરગા બારામાય વાત આખું, તોવે ચ્યાવોય તુમા કેહેકે બોરહો કોઅહા?