7 યાહાટી ચ્યા શિષ્યાય જ્યાલ ઈસુ પ્રેમ કોએ, તો સિમોન પિત્તરાલ આખ્યાં, “ઓ તો પ્રભુ હેય” પિત્તરે ઈ વોનાઈન કા પ્રભુ હેય, ડોગલાં પોવી લેદા જ્યેં ચ્યાય માછલે દોઅતા સમયે કાડી થોવલે. એને પાઅયામાય કુદી પોડયો.
ચ્યા શિષ્યહા માઅને યોક જ્યાવોય ઈસુ પ્રેમ કોઅતો આતો, ઈસુ બાજુ માય બોઠલો આતો.
તોવે તી સિમોન પિત્તર, એને એલો બિજો શિષ્ય જ્યાલ ઈસુ પ્રેમ કોઅહે ચ્યાહાપાય દાંહાદી ગીયી, એને ચ્યાહાન ચ્યે આખ્યાં, “કોબારેમાઅને પ્રભુ કુડીલ કાડી લેય ગીયે, એને આમા નાંય જાંઆજે કા કેછ થોવ્યોહો.”
ઈસુવે ચ્યા આયહેલ, એને ચ્યા શિષ્યાલ જ્યાલ તો પ્રેમ કોઅતો આતો પાહી ઉબલે દેખીન, ઈસુવે ચ્યા આયહેલ આખ્યાં; “આયા, એએ, ઓજ તો પોહો હેય.”
કાહાકા ખ્રિસ્તા પ્રેમ આમહાન કોબજામાય કોઅહે, યાહાટી આમા મજબુત હેય, કા જોવે યોક માઅહું બોદા લોકહાહાટી મોઅઇ ગીયો, યાહાટી બોદે માઅહે મોઅઇ ગીયે.
ઓ તોજ શિષ્ય હેય, જો યે વાતહેબારામાય સાક્ષી દેહે, એને જ્યાંય યે વાતહેબારામાય લોખલાં હેય, એને આમહાન ખોબાર હેય કા ચ્યા સાક્ષી હાચ્ચી હેય.
પિત્તર ફિરી વોળીન ચ્યા શિષ્યાલ પાહલા યેતો દેખ્યો, જ્યાલ ઈસુ પ્રેમ કોઅતો આતો, જ્યેં ખાઅના ખાતે સમયે ઈસુવા એછે ડોંગો પોડીન પુછ્યાં, “ઓ પ્રભુ, તુલ દોઆડી દેનારો કું હેય?”
તુમા ચ્યા સંદેશાલ જાંઅતેહે, પોરમેહેરાય આમહાન એટલે ઈસરાયેલી લોકહાન દોવાડયો, ચ્યાય શાંતી બારામાય હારી ખોબાર આખી, જીં લોકહાન ઈસુ ખ્રિસ્ત વોય બોરહો કોઅવાથી મિળી હોકહે, તો બોદહા પોરમેહેર હેય.
યાહાટી, ઈસરાયેલા બોદાજ લોકહાન યે વાતહેબારામાય ખાત્રી ઓઈ જાય કા, પોરમેહેર ચ્યાજ ઈસુવાલ, જ્યાલ તુમહાય હુળીખાંબાવોય ચોડવ્યેલ પ્રભુ એને ખ્રિસ્તબી બેની ઠોરવ્યો.”
યાહાટી આંય તુલ આખતાહાવ કા, યે બોજ પાપ કોઅલા આતા, તી માફ જાયા, કાહાકા ચ્યે બોજ પ્રેમ કોઅયા; બાકી જ્યા ઓછા માફ ઓઅયાહા, તીં ઓછીજ દયા રાખી.”
કા આજે બેથલેહેમ ગાવામાય મતલબ દાઉદ રાજા ગાવામાય તુમહાન તારણારો જોનમ્યોહો, તોજ ખ્રિસ્ત પ્રભુ હેય.
જોવે કાદા તુમહાન પુછે, ઈ કાય કોઅતાહા, તોવે એહેકેન આખજા, ઈસુ આમે પ્રભુલ યા ઉપયોગ કોઅના ગોરાજ હેય, એને તો ચ્યાલ તારાતુજ લેય દોવાડી.”
ઓ મા બાહાબોઅયેહેય, તુમા આપહે મહિમામય પ્રભુ ઈસુ ખ્રિસ્તાવોય બોરહો રાખતાહા યાહાટી તુમહામાય ભેદભાવા વિચાર નાંય રોય.
પેલ્લો માઅહું આદામ દોરતી માઅને એટલે કાદવા બોનલો આતો, એને ખ્રિસ્ત, જો બિજો આદામ આતો, હોરગામાઅને યેનલો આતો.
થોમાય જાવાબ દેનો, “ઓ મા પ્રભુ, ઓ મા પોરમેહેર.”
ઈ આખીન પાછે તો ચ્યાહાન ચ્યા આથ એને પાહાળા દેખાડયાં, એને શિષ્યહાય પ્રભુલ એઅયો એને બોજ આનંદિત ઓઅયા.
તુમા સાદા કામ કોઅરાહાટી તિયારી રા એને મા યેયનાહાટી પુરી રાત દિવા હોલગાડી રાખા.
બાકી બિજા શિષ્ય ઉડીવોય બોહીન માછલાહાકોય બોઆલી જાળ તાણતા યેના, કાહાકા ચ્યા મેરાવોયને બોજ દુઉ નાંય આતા, લગભગ હોવ મીટર આતા.