22 યાહાટી ઈસુવા મોઅલા માઅને પાછો જીવી ઉઠના પાછે શિષ્યહાન ચ્યા ઈ વાત યાદ યેની. એને ચ્યાહાય પવિત્રશાસ્ત્ર એને ઈસુ આખલા વચનાવોય બોરહો કોઅયો.
ઈસુ શિષ્ય, ઈ વાત પેલ્લા નાંય હોમજ્યા, બાકી પાછે જોવે ઈસુવાલ મહિમા મિળી, તોવે ચ્યાહાન યાદ યેના કા જીં કાય ઈસુઆરે જાયા તી ઠીક એહેકેનુજ આતા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં.
બાકી યો વાતો માયે યાહાટી તુમહાન આખી દેન્યો, કા જોવે તો સમય યેય, તોવે તુમહાન યાદ યેય, કા માયે તુમહાન પેલ્લા આખી દેનલા આતા. જોવે તુમા શુરવાતમાય મા શિષ્ય બોન્યા, તોવે તુમહાન યાહાટી નાંય આખ્યાં કાહાકા આંય તુમહેઆરે આતો.”
બાકી મોદાત્યો એટલે પવિત્ર આત્મા જ્યાલ આબહે મા ઓદિકાર હાતે દોવાડી, પવિત્ર આત્મા તુમહાન બોદા હિકાડી, એને જીં કાય માયે આખલા હેય, પવિત્ર આત્મા તુમહાન યાદ કોઆડી.”
તોવે ચ્યા શિષ્યહાન યાદ યેના કા એહેકોય લોખલાં હેય કા? “તો ગોઆ ભક્તિ મા આંદાર આગડા રોકી હોલગેહે.”
તોવે માન પ્રભુ ઈસુ વચન યાદ યેના, જીં ચ્યાય આખ્યેલ, યોહાનાય પાઅયા કોઇન બાપતિસ્મા દેના બાકી તુમા પવિત્ર આત્માકોય બાપતિસ્મા પામહા.
ઈસુય ગાલીલ ભાગા કાના ગાવામાય ચ્યા ચમત્કારહા શુરવાત કોઇન ચ્યા મહિમા કોઅયી, એને ચ્યા શિષ્યહાય ચ્યાવોય બોરહો કોઅયો.
પાછે ચ્યાય ચ્યાહાન આખ્યાં, યો મા ચ્યો વાતો હેત્યો, જ્યો માયે તુમહેઆરે રા તોવે તુમહાન આખના જરુરી આતા કા જોલ્યો વાતો મૂસા નિયમશાસ્ત્રા એને ભવિષ્યવક્તાહા એને ગીતહા ચોપડયેહેમાય મા બારામાય લોખલાં હેય, બોદ્યો હાચ્યો સાબિત ઓએ.”
ઈ જરુરી આતા કા ખ્રિસ્ત ઈ દુ:ખ વેઠીન પોતા મહિમામાય પ્રવેશ કોય.”
ઈસુ એને ચ્યા શિષ્યબી વોરાડામાય નિમંત્રિત કોઅલા આતા.
યા વાયદાલ પોરમેહેરાય ઈસુલ મોઅલા માઅને પાછો જીવતો કોઇન તી વાયદો આપહે પોહાહા હાટી પુરો કોઅયો. જેહેકેન ગીતશાસ્ત્રમાય લોખલાં હેય, તું મા પ્રિય પોહો હેય, આંય તો આબહો બોની ગીઅલો હેતાંવ.