40 તોવે ચ્યાહાય ઈસુ કુડી લેદી એને યહૂદી લોકહા ડાટના રીવાજ પરમાણે સુગન્દિત દ્રવ્ય ચોપડયા એને ફાડકામાય ચોંડાળ્યા.
જો મોઓઈ ગીઅલો આતો, તો માઅહું બાઆ નિંગી યેનો, ચ્યા આથ પાગ ફાડકા કોઇન વેટાળલા આતા, એને ચ્યા મુંવોય યોક રુંબાળ વેટાળી દેનલો આતો, તોવે ઈસુવે આખ્યાં, “ચ્યા વોયને ફાડકે છોડી દિયા, એને ચ્યાલ જાં દા.”
પાછે જુવાન્યા યેયન ચ્યા કુડી ફાડકા કોઇન ચોંડાળીન બાઆ લેય જાયને દાટી દેના.
તોવે પિત્તર દાંહદીન કોબારે ઈહીં ગીયો, એને ડોંગો પોડીન ખાલી ડોગલેં પોડલેં દેખ્યે, એને જીં જાયલા આતા, ચ્યાલ એઇન નોવાય પામતો પોતાના ગોઅ નિંગી ગીયો.
ચ્યે મા શરીરાવોય જીં અત્તાર તેલ રેચવ્યાહા, તી માન દાટાહાટી તિયારી કોઅયી.
જીં કાય તી કોઅઇ હોકી ચ્યેય કોઅયા, ચ્યે થેઅયેય મા મોઅરા પેલ્લા મા ટોલપાવોય અત્તાર તેલ રેડયા, કા મા શરીરાલ કોબારેમાય થોવાંહાટી તિયાર કોઅલા જાય હોકહે.
તોવે ઈસુવે આખ્યાં, “તી સોમાયા પેલ્લા માન ડાટના તિયારી હાટી ઈ કોઇ રિઅલી હેય.