26 ઈસુવે ચ્યા આયહેલ, એને ચ્યા શિષ્યાલ જ્યાલ તો પ્રેમ કોઅતો આતો પાહી ઉબલે દેખીન, ઈસુવે ચ્યા આયહેલ આખ્યાં; “આયા, એએ, ઓજ તો પોહો હેય.”
ઓ તોજ શિષ્ય હેય, જો યે વાતહેબારામાય સાક્ષી દેહે, એને જ્યાંય યે વાતહેબારામાય લોખલાં હેય, એને આમહાન ખોબાર હેય કા ચ્યા સાક્ષી હાચ્ચી હેય.
તોવે તી સિમોન પિત્તર, એને એલો બિજો શિષ્ય જ્યાલ ઈસુ પ્રેમ કોઅહે ચ્યાહાપાય દાંહાદી ગીયી, એને ચ્યાહાન ચ્યે આખ્યાં, “કોબારેમાઅને પ્રભુ કુડીલ કાડી લેય ગીયે, એને આમા નાંય જાંઆજે કા કેછ થોવ્યોહો.”
ચ્યા શિષ્યહા માઅને યોક જ્યાવોય ઈસુ પ્રેમ કોઅતો આતો, ઈસુ બાજુ માય બોઠલો આતો.
ઈસુવે ચ્ચેલ આખ્યાં, “આયા, તું માન કાહા આખતીહી? ખ્રિસ્તા રુપામાય મા વોળાખ કોઆહાટી આજુ મા સમય નાંય યેનહો.”
યાહાટી ચ્યા શિષ્યાય જ્યાલ ઈસુ પ્રેમ કોએ, તો સિમોન પિત્તરાલ આખ્યાં, “ઓ તો પ્રભુ હેય” પિત્તરે ઈ વોનાઈન કા પ્રભુ હેય, ડોગલાં પોવી લેદા જ્યેં ચ્યાય માછલે દોઅતા સમયે કાડી થોવલે. એને પાઅયામાય કુદી પોડયો.
પિત્તર ફિરી વોળીન ચ્યા શિષ્યાલ પાહલા યેતો દેખ્યો, જ્યાલ ઈસુ પ્રેમ કોઅતો આતો, જ્યેં ખાઅના ખાતે સમયે ઈસુવા એછે ડોંગો પોડીન પુછ્યાં, “ઓ પ્રભુ, તુલ દોઆડી દેનારો કું હેય?”