25 તોવે સીપાડાહાય એહેકેનુજ કોઅયા, બાકી ઈસુવા હુળીખાંબા પાય ચ્યા આયહો એને ચ્યા આયહે બોઅહી મરિયમ જીં કલોપાસા થેઅઈ આતી, એને મરિયમ જીં મગદલેના શેહેરા આતી, ચ્યો ઉબલ્યો આત્યો.
એને ઈસુ બોદે વોળખાત્યે, એને જ્યો બાયો ગાલીલ ભાગામાઅને ચ્યાઆરે યેનલ્યો આત્યો, દુઉ ઉબ્યો રોઇન ઈ બોદા એય રિઅલ્યો આત્યો.
રવિવારે બોજ કોવાળ્યાં આજુ આંદારાં આતા તોવે મરિયમ જીં મગદલા નાંવા શેહેરામાઅને આતી, કોબારે એછે ગીયી, તોવે દેખ્યાકા કોબારે મુયાઇહીને દોગાડ પેલ્લોજ હોરકાવલો હેય.
ઈ વોનાઈન, ચ્યાહામાઅને ક્વિયુપાસ નાંવા યોકા જાંઆય આખ્યાં, “કાય તું યેરૂસાલેમ શેહેરામાય યોકલોજ પારદેશી હેય, જો નાંય જાણેંકા પાછલા દિહીહયામાય કાય-કાય ઓઅયાહા?”
એને કોલ્યોહોક બાયોબી આત્યો જ્યો બુતા આત્મા એને જાત જાત્યા દુ:ખામાઅને હાર્યો જાયલ્યો, ચ્યેહેમાઅને યોક જયેમાઅને હાંત બુત કાડલા તી મરિયમ જીં મગદલા ગાવા આતી.
એને બોજ મોઠા દુઃખ, યોક તારવાય હારકા તો જીવામાય બી આર-પાર વિંદાય જાય.”
રવિવારા ઉજાળાં ઓઅતાંજ ઈસુ મોઅલા માઅને જીવી ઉઠયો પાછે, બોદહા પેલ્લા જ્યેં બાયેલ દેખાયો, તી મગદલા ગાવામાય રોનારી મરિયમ આતી, જયેમાઅને ઈસુય હાંત બુતડે કાડલે.
જોવે ઈસુ ચ્યે ગીરદ્યે આરે વાતો કોઅતોજ આતો તોવે ચ્યા આયહો એને બાહા યેના, એને બાઆ ઉબે રિયે એને ચ્યાઆરે વાતો કોઅરા માગતે આતેં.