20 આંય કેવળ યા શિષ્યહા હાટી પ્રાર્થના નાંય કોઉ, બાકી ચ્યાહાહાટી બી જ્યેં યા શિષ્યહા સંદેશ વોનાયને માયેવોય બોરહો કોઅરી.
જીં કાય પિત્તરે આખ્યાં, જ્યાહાય ચ્યાવોય બોરહો કોઅયો ચ્યાહાય બાપતિસ્મા લેદા, એને ચ્યેજ દિહી બોરહો કોઅનારા ટોળામાય લગભગ તીન ઓજાર માઅહે જોડાય ગીયે.
એને જ્યેં પ્રેષિતાહા સંદેશ વોનાયે, ચ્યાહામાઅને બોજ લોકહાય ઈસુવોય બોરહો કોઅયો, એને બોરહો કોઅનારા માટડાહા ગોણત્રી બોદી મિળીન આમી લગભગ પાચ ઓજાર લોગુ ઓઅય ગીયી.
એને ખ્રિસ્તાય કોલહાક પ્રેષિત બોનાહાટી નિવડયા, એને કોલહાક ભવિષ્યવક્તા નિવડયા, એને કોલહાક હારી ખોબાર પ્રચાર કોઅનારા નિવડયા, એને કોલહાક સેવક એને હિકાડનારા નિવડયા.
બાકી આમી પ્રગટ ઓઇન સનાતન પોરમેહેરા આગનાકોય ભવિષ્યવક્તાહાય જ્યો વાતો પવિત્રશાસ્ત્રમાય લોખ્યો, ચ્યેહેકોય બોદી જાત્યે લોકહાન હારી ખોબાર આખલી ગીયી, કા બોરહો કોએ એને ચ્ચા આગના માને.
ઓ તિમોથી, તું જો મા પાહા હારકો હેય, આંય તુલ ઈ પત્ર લોખી રિઅલો હેય, આંય પ્રાર્થના કોઅતાહાંવ કા પોરમેહેર આબો એને આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુલ સદા મોયા, દયા એને શાંતી દેય.
એને મા આજુ બીજે ગેટેં હેતેં, ચ્યે યા ગોઠામાઅને નાંય હેતેં, મા ચ્યાહાનબી લેય યેયના જરુરી હેય, ચ્યે મા આવાજ વોળખી, તોવે યોકુજ ટોળો એને યોકુજ ગોવાળ રોય.
ચ્યાહા ફાયદાહાટી આંય પોતાલ પવિત્ર કોઅતાહાંવ કા ચ્યાબી હાચ્ચાયેકોય પવિત્ર ઓઈ જાય.
કા ચ્યે બોદે યોક ઓએ, ઓ આબા, જેહેકેન તું માંયેમાય હેય, એને આંય તોમાય હેતાંવ, તેહેકેન ચ્યે બી આપહામાય રોય, યાહાટી કા દુનિયા લોક બોરહો કોએ, કા તુયેજ માન દોવાડયોહો.