Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




યોહાન 15:16 - ગામીત નોવો કરાર

16 તુમહાય માન નાંય નિવડયો, બાકી માયે તુમહાન નિવડયા, એને તુમહાન નેમહ્યા કા તુમા જાયન ફળ લીયા, એને તુમહે ફળ ટોકી રોય, કા તુમા મા શિષ્ય હેય યાહાટી આબહાવોય માગા, એને તો તુમહાન દી.

Gade chapit la Kopi




યોહાન 15:16
57 Referans Kwoze  

જોવે તુમા દુનિયા લોકહા રોકે રોતે, તોવે દુનિયા લોક પોતે માઅહાલ પ્રેમ કોઅતા, બાકી તુમા દુનિયા લોક નાંય હેતા, બાકી માયે તુમહાન દુનિયામાઅને નિવડી લેદહા, ચ્યાહાટી દુનિયા લોક તુમહેઆરે આડાઇ કોઅતાહા.


પોરમેહેરાય આપહાન બોનાવ્યે, ચ્યાય ઈસુ ખ્રિસ્તામાય આપહાન ચ્ચે હારેં કામે કોઅરાહાટી સૃષ્ટિ કોઅયી, જ્યાહાન પેલ્લાનેજ પોરમેહેરાય આપહેહાટી તિયાર કોઅયા.


જોવે દિહી નિંગ્યો, તોવે યેનો એને શિષ્યહાન પાહી હાદ્યા એને ચ્યાહામાઅને બાર જાંઆહાન નિવડયા એને ચ્યાહાન ચ્યે “પ્રેષિત” આખ્યાં.


બાકી પોરમેહેરા જોવે ઇચ્છા ઓઅયી કા માયેવોય ચ્યા પોહો ઈસુ ખ્રિસ્તાલ પ્રગટ કોએ કા આંય ગેર યહૂદી લોકહાન ખ્રિસ્તા હારી ખોબાર આખું, ચ્યાય મા જન્મો ઓઅના પેલ્લાજ માન નિવડી લેદો એને ચ્યા સદા મોયાકોય માન હાદ્યો.


યાહાટી આપા પોરમેહેરાવોય પ્રેમ કોઅજેહે, કાહાકા પેલ્લા પોરમેહેરાય આપહાવોય પ્રેમ કોઅયા.


તોવે ચ્યે આખ્યાં, આંય આગલ્યા ડાયાહા પોરમેહેરે તુલ યાહાટી ઠરાવ્યોહો કા તું ચ્યા ઇચ્છાલ જાંએ, એને ચ્યા ન્યાયી એટલે મસીહાલ એએ, એને ચ્યા આવાજ વોનાયે.


તું માન બોજ લોકહાન ખ્રિસ્તા બારામાય હિકાડતા વોનાયોહો, યાહાટી, મા ઇચ્છા હેય કા તુંબી બિજા વિસ્વાસી લોકહાન ઓજ સંદેશ હિકાડ જ્યેં હાચ્ચો બોરહો કોઅનારે માઅહે હેય, એને બીજહાનબી હિકાડાં લાયકે હેય.


આંય તુમા બોદહા બારામાય નાંય આખું, કાહાકા માયે જ્યાહાન નિવડી લેદલા હેય, આંય ચ્યાહાન જાંઅતાહાંવ, બાકી એહેકેન યાહાટી ઓઈ રીઅલા હેય કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી પુરાં ઓરા જોજે, કા જ્યાંય મા આરે ખાઅના ખાદાં, ચ્યાય માન દોગો દેનો.


ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “માયે તુમહાન બાર જાંણહાન નિવડી લેદા નાંય કા? તેરુંબી તુમહામાઅને યોક માઅહું સૈતાના તાબામાંય હેય.”


બાકી ખ્રિસ્તાલ પોતાના રુદયામાય પ્રભુ હોમજીન ચ્યા માન કોઆ, એને જો કાદો તુમહાન તુમહે આશાયે બારામાય કાય પુછે, તે ચ્યાલ જાવાબ દાંહાટી કાયામ તિયાર રોજા, બાકી નમ્રતા એને આદર હાતે.


પ્રેમ ઈ નાંય હેય કા આપા પોરમેહેરાલ પ્રેમ કોઅજેહે, બાકી આસલીમાય પ્રેમ ઈ હેય કા ચ્યાય આપહાવોય પ્રેમ કોઅયા, ચ્ચાય આપહે પાપ કાડી ટાકાંહાટી ચ્યા પોહાલ બલિદાન ઓઅરાહાટી દોવાડયો.


એને ઈ પ્રાર્થના કોઅયી, “ઓ પ્રભુ, તું જો બોદહા મોન જાંઅતોહો, આમહાન ઈ પ્રગટ કોઓ કા યા બેનહયા માઅને તુયે કાલ નિવડયોહો.


તે જ્યેં રીતે તુમા જીવન જીવત્યોહો, ચ્યા તુમહે કાય આખ્યાં વોગાર ચ્યા બોરહો કોએ, એને જોવે ચ્યા તુમહે શુદ્ધ એને ઈશ્વરીય વેવહારાલ દેખી તોવે ચ્યા ખ્રિસ્તાવોય બોરહો કોઅરી.


જોલ્યહો વાતો પેલ્લાનેજ પવિત્રશાસ્ત્રમાય લોખવામાય યેન્યો, ચ્યો આપહે શિક્ષણાહાટી લોખવામાય યેન્યહો, યાહાટી આપા ચ્ચાથી ધીરજ એને પ્રોત્સાહન મિળતા રોય એને યા પ્રકાર આપા આપહે આશા બોનાડી રાખી હોકજે.


બાકી પ્રભુ ઈસુય ચ્યાલ આખ્યાં, “તું જો; કાહાકા ઓ તે ગેર યહૂદી એને રાજહા, એને ઈસરાયેલહયા હામ્મે મા બારામાય પ્રચાર કોઅરાહાટી માયે ચ્યાલ મા સેવા કોઅરાહાટી નિવાડલો હેય.


એને જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોય દી.”


માન ચ્યે હારી ખોબારેહાટી, પોરમેહેરાય માન સુવાર્તિક, પ્રેષિત, એને શિક્ષક બોનાહાટી નિવાડલો હેય.


ચ્ચાહા આરે જ્યો વાતો ઓઅયો, યો બોદ્યો વાતો યા દુનિયા છેલા સમય હુદુ રોનારા લોકહાન ચેતાવણી દાંહાટી પવિત્રશાસ્ત્રમાય લોખલાં ગીયા.


કાય કુંબાડાલ કાદવાવોય ઓદિકાર નાંય કા, યોકુજ કાદવા ગારામાઅને, યોક ખાસ કામાહાટી એને યોક બિજા વાહણાલ સામાન્ય કામાહાટી બોનાડેહે?


એને જો મેળ-મિળાપ કોઅનારો હેય તો શાંત્યે બિયારો વોઅરી એને ન્યાયપણા પાક વાડરી.


બોરહો કોઅવાથીજ આદામા પોહો હાબેલે ચ્યા મોઠા બાહા કાઈના કોઅતા ઉત્તમ બલિદાન પોરમેહેરાલ ચોડાવ્યા, ચ્યા લેદે પોરમેહેરે હાબેલાલ ન્યાયી જાહીર કોઅયો. કાહાકા પોરમેહેરે ચ્યા બલિદાનથી પ્રસન્ન આતો, ચ્યા મોરણ ઓઅય ચુક્યાહા, બાકી તેરુંબી આમી આમહાન હિકાડી રીયહા બોરહો કેહેકેન રા જોજે.


માયે તુલ ક્રેતા બેટમાય યાહાટી રા દેનો, કા જીં કામ બાકી રોય ગીઅલા હેય, ચ્યાલ પુરાં કોઅય હોકે, એને મા આગના નુસાર ક્રેતે બેટા બોદા શેહેરાહા મંડળ્યેહેમાય વડીલાહા નિવડ કોઓ.


જેહેકોય બોદી દુનિયામાય ઈ હારી ખોબાર ફેલાય રિઅલી હેય એને બોજ લોક વિસ્વાસી બોની રીઅલા હેય, તેહેકોયનુજ તુમહે વોચમાય ઓઅતા યેય રીયલા હેય જ્યા દિહયાથી તુમાહાય યાલ વોનાયા એને પોરમેહેરા સદા મોયા હાચ્ચાઇ પુરી રીતેકોય હોમજી ગીયા.


ચ્યા ઈસુ ખ્રિસ્તાય માન પોરમેહેરા પ્રેષિત ઓઅના ઓદિકાર દેનો, જેથી બોદી જાતી લોક ચ્યાવોય બોરહો કોઅય એને ચ્યા આગના માને.


બોદા લોકહાય ચ્યાલ નાંય દેખ્યો, બાકી ચ્યાહાય આમહાન એટલે પ્રેષિતાહાન જ્યાહાન પોરમેહેરાય સુરુવાતપાઅને નિવડી લેદલા આતા, જ્યાહાય ચ્યા મોઅલા માઅને પાછો જીવતો ઓઅના પાછે ચ્યાઆરે ખાદાં એને પિદાં.


યા લીદે, પોરમેહેરાય માન ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી એને પ્રેષિત બોનાહાટી નિવાડલો હેય. પોરમેહેરાય માન ગેર યહૂદી લોકહાન બોરહા બારામાય હાચ્ચો સંદેશ એને હાચ્ચાયે બારામાય હિકાડાંહાટી નિવાડલો, આંય છેતરું નાંય, આંય હાચ્ચાં આખતાહાવ.


બાકી તુમહે ખ્રિસ્તાવોય મજબુત બોરહો જોજે, તુમહાન હારી ખોબાર આખતે વેળાયે જીં આશા મિળલી આતી તી નાંય છોડતે, જીં હારી ખોબાર આકાશા નિચે બોદી દુનિયામાય આખલી જાહે, તી હારી ખોબાર આંય પાઉલ પ્રચાર કોઅતાહાંવ.


ઓ વિસ્વાસી બાહાહાય, મા ઇચ્છા હેય કા તુમા ઈ જાંઆય લા કા માયે ગેડી-ગેડી તુમહેપાય યાંહાટી કોશિશ કોઅયી, કા જેહેકેન માયે ગેર યહૂદી લોકહામાય ઈસુવોય બોરહો કોઅનારા લોક બોનાડ્યા તેહેકેન તુમહામાયબી બોનાડુ, બાકી આમી લોગુ કાયન-કાય રુકાવાટ ઓઅતી રોયી.


બાકી જોવે પવિત્ર આત્મા તુમહેવોય યેઅરી તોવે તુમા સામર્થ્ય મેળવહા; એને યેરૂસાલેમ શેહેરામાય એને બોદા યહૂદીયા એને સમરૂન વિસ્તારમાય, એને બોદા દુનિયામાય લોકહાન મા બારામાય સાક્ષી દાહા.”


“તુમહાન જીં જોજે તીં પોરમેહેરાપાય માગા એને તો તુમહાન દી; હોદહા તે તુમહાન જોડી, ઠોકહા, તે તુમહેહાટી ઉગાડવામાય યી.”


આંય દારાખાવેલો હેતાઉ, તુમા ડાહગ્યો હેય, જો માયે માય બોની રોહોય, એને આંય ચ્યામાય, તી બોજ હારાં કામ કોઅહા, કાહાકા માયે વોગાર તુમા કાય નાંય કોઇ હોકતાહા.


Swiv nou:

Piblisite


Piblisite