12 મા આગના ઈ હેય કા જેહેકોય માયે તુમહાવોય પ્રેમ કોઅયાહાં, ચ્ચે રીતે તુમાબી યોક બિજાવોય પ્રેમ કોઆ.
યાહાટી આમહાન ચ્ચાથી ઈ આગના મીળહી, જો કાદો પોરમેહેરાવોય પ્રેમ કોઅહે, ચ્યાલ વિસ્વાસી બાહાવોય બી પ્રેમ કોઅરા જોજે.
આંય તુમહાન યોક નોવી આગના દેતહાવ, કા તુમા યોક બીજહાવોય પ્રેમ કોઆ જેહેકેન માયે તુમહાવોય પ્રેમ કોઅયા, તેહેકેન તુમા યોક બીજહાન પ્રેમ કોઆ.
બોદહાથી મહત્વા વાત ઈ હેય કા યોક બિજાવોય વોદારે પ્રેમ કોઆ, કાહાકા જો તુમા લોકહાવોય પ્રેમ કોઅહા તે તુમા કાયામ કોઅહાબી ગલત કામાલ માફી દાંહાટી તિયાર રાહા જ્યો ચ્યાહાય કોઅયોહો.
એને ચ્ચા આગના ઈ હેય કા આમા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તા નાવામાય બોરહો કોઅજે, એને જેહેકોય ચ્યાય આપહાન આગના દેનહી ચ્ચે રીતેકોય આપા યોકબિજાલ પ્રેમ કોઅજે.
તુમા પોતે કુટુંબા લોકહા હારકા યોકબીજાહાવોય પ્રેમ કોઆ, એને બીજહાન તુમહે કોઅતા હારાં માના.
તુમા યોક બિજાવોય પ્રેમ કોઆ જેહેકેન ખ્રિસ્તાય આપહાવોય પ્રેમ કોઅયા, એને સુગંધિત બેટ એને બલિદાના હારકા પોરમેહેરાલ પોતાના જીવનાલ સમર્પિત કોઅયા.
સેલ્લે, આંય તુમા બોદહાન ઈ આખા માગહુ, કા એકતામાય રા, યોકબીજા કાળજી કોઆ, યોકબીજાઆરે બાહા-બોઅહી હારકો પ્રેમ કોઆ, યોકબીજાહાટી માયાળુ બોના, એને યોકબીજાઆરે નમ્ર બોના.
કાહાકા હાચ્ચાયે પાલન કોઅનાથી તુમહાન તુમહે પાપહાથી શુદ્ધ કોઅય દેનહા, આમી તુમહાય પોતાના આર્યા વિસ્વાસ્યાહાવોય નિષ્કપટતાથી પ્રેમ કોઅરા જોજે. યોક બિજાવોય આનંદથી બોઆયને એને પુરા મોના થી પ્રેમ કોઅના ચાલુ રાખા.
યોકબીજા વિસ્વાસીવોય પ્રેમ રાખના બારામાય તુમહાન લોખના ગોરાજ નાંય હેય, કાહાકા યોકબીજાવોય પ્રેમ કોઅના તુમા પોરમેહેરા પાયને હિક્યાહા.
આમા પ્રાર્થના કોઅજેહે કા, પ્રભુ એહેકેન કોએ, કા જેહેકેન આમા તુમહેવોય પ્રેમ કોઅજેહે, તેહેકેન તુમાબી બોદહાવોય પ્રેમ કોએ, એને પ્રેમામાય બોજ વોદતે જાય.
ઓ વિસ્વાસી બાહાહાય, આમહાન તુમહે લેદે સાદા પોરમેહેરા ધન્યવાદ બોદા સમાયે કોઅરા જોજે, એને એહેકેન કોઅના આમહેહાટી હારાં હેય, કાહાકા ઈસુ ખ્રિસ્તાવોય તુમહે બોરહો બોજ વોદી રિઅલો હેય, એને તુમા યોક બિજાવોય બોજ પ્રેમ કોઅતાહા.
યે વાતહે આગના આંય તુમહાન યાહાટી દેતહાવ, કા તુમા યોક બીજહાન પ્રેમ કોઆ.
આમી ઓ બાઈ, આંય તુલ વિનાંતી કોઅતાહાંવ કા આમહાય યોક બિજાવોય પ્રેમ કોઅરા જોજે, ઈ કાય નોવી આગના આંય નાંય લોખી રિયહો બાકી તીજ આગના હેય જ્યેલ આમા ચ્યા સમયથી જાંઅજેહે જોવે આમહાય ખ્રિસ્તા અનુસરણ કોઅના સુરુ કોઅયા.