Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




યોહાન 14:24 - ગામીત નોવો કરાર

24 જો કાદો માયેવોય પ્રેમ નાંય કોએ, તો મા આગના નાંય પાળે, એને જીં વચન તુમા વોનાતેહે, તી મા નાંય હેય, બાકી જ્યેં માન દોવાડયોહો ચ્યા આબહા હેય.”

Gade chapit la Kopi




યોહાન 14:24
19 Referans Kwoze  

તોવે ઈસુવે જાવાબ દેનો કા, “મા શિક્ષણ મા નાંય હેય, બાકી પોરમેહેરા હેય, જ્યાંય માન દોવાડયો.


આંય આબહામાય હેતાઉ એને માંયેમાય આબહો હેય, કાય તું યે વાતવોય બોરહો નાંય કોઆ? જીં વાત આંય તુમહાન આખતાહાવ, મા પોતા ઓદિકારા કોઇન નાંય આખતાહાવ, બાકી આબહો માંયેમાય રોયન તીંજ કામ કોઅહે જીં તો કોઅરા માગહે.


ઈસુય ચ્યાહાન આખ્યાં, જો પોરમેહેર તુમહે આબહો રોતો, તોવે તુમા માયેવોય પ્રેમ કોઅતા, કાહાકા આંય પોરમેહેરાપાઅને યેનહો, આંય પોતા કોઇન નાંય યેનહો, બાકી પોરમેહેરાય માન દોવાડયોહો.


તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, પોહો પોતે કાય નાંય કોઅય હોકે, તો કેવળ તીંજ કોઇ હોકહે, તો તીંજ કોઅહે, જીં તો આબહાલ કોઅતો એએહે, કાહાકા જીં કાય આબહો કોઅહે, તીંજ પોહોબી કોઅહે.


કાહાકા, જ્યાલ પોરમેહેરે દોવાડયો તો પોરમેહેરા વાત આખહે, કાહાકા પોરમેહેર ચ્યાલ બો બોદા પવિત્ર આત્મા દેહે.


જોવે તુમા માયેવોય પ્રેમ કોઅતાહા, તોવે મા આગના પાળહા.


એને તુમા ચ્યા વચન તુમહે મોનામાય વોહતી નાંય કોઅરા દેત, કાહાકા તુમા માયેવોય બોરહો નાંય કોએત, જ્યાલ ચ્યાય દોવાડયોહો.


આંય તીંજ તુમહાન આખતાહાવ જીં માયે એઅયા, જોવે આંય પોતાના આબહા આરે આતો. એને તુમા તીંજ કોઅતા રોતહા જીં તુમહાય તુમહે આબહાથી વોનાલા હેય.”


તુમહે બારામાય માન બોજ કાય આખના એને ન્યાય કોઅના હેય બાકી માન જ્યેં દોવાડયો, તો હાચ્ચો હેય, એને જીં આંય ચ્યાથી વોનાયોહો, તીંજ આંય દુનિયા લોકહાન આખતાહાવ.”


તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા માન માઅહા પોહાલ હુળીખાંબાવોય ચોડવાહા, તોવે તુમા માયેવોય બોરહો કોઅહા કા આંય તોજ હેતાઉ, એને પોતે આંય કાય નાંય કોઉ, બાકી જેહેકેન પોરમેહેર આબહે માન હિકાડલા હેય, તેહેકેન આંય યો વાતો આખતાહાવ.


તોવે ઈસુવે દેવાળામાય હિકાડતા મોઠેરે બોંબલીન આખ્યાં, “તુમા માન વોળાખતાહા એને ઈ બી જાંઅતાહા કા આંય કેછને હેતાઉ. બાકી આંય પોતા કોઓઇ નાંય યેનહો, બાકી જ્યેં માન દોવાડયોહો તો હાચ્ચો હેય ચ્યાલ તુમા નાંય વોળખે.


ઈસુવાય ચ્યાએછે પ્રેમથી એઅયા એને ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જોવે એહેકેન કોઅહે, તોવે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”


આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, આમા જીં જાંઅજેહે તીંજ આખજેહે, એને આમહાય જીં એઅયા ચ્યા સાક્ષી દેજહે, બાકી આમા જીં આખજેહે ચ્યાવોય તુમા બોરહો નાંય કોએત.


“યો વાતો માયે તુમહેઆરે રોઇન તુમહાન આખ્યો.


Swiv nou:

Piblisite


Piblisite