14 જોવે તુમા માપાયને મા નાંવે કોય કાયબી માગહા, તો તી આંય કોઅહી.”
તુમહાય માન નાંય નિવડયો, બાકી માયે તુમહાન નિવડયા, એને તુમહાન નેમહ્યા કા તુમા જાયન ફળ લીયા, એને તુમહે ફળ ટોકી રોય, કા તુમા મા શિષ્ય હેય યાહાટી આબહાવોય માગા, એને તો તુમહાન દી.
ચ્યે સમય તુમા માન કાય નાંય પુછહા, આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો તુમા આબહાવોય જીં કાય માગહા, તુમા મા શિષ્ય હેય, યાહાટી તો તુમહાન દી.
આમી લોગુ તુમહાય મા શિષ્ય ઓઅવાથી આબહાવોય કાયજ નાંય માગ્યાં, માગા એને તુમહાન મિળી જાય, કા તુમહે આનંદ વોદતો જાય.
એને જીં કાય તુમા મા નાવાકોય માગહા તીંજ આંય કોઅહી કા પોહાકોય આબહા મહિમા ઓએ.
એને આંય આબહાલ પ્રાર્થના કોઅહી, એને તો તુમહાન આજુ યોક મોદાત્યો દી, કા તો કાયામ તુમહેઆરે રોય.
પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે મેળવી લેયના લીદે, તુમહાન પોરમેહેરા પાઅને બોજ સદા મોયા મિળલી હેય, યાહાટી આંય પોરમેહેરાલ સાદા ધન્યવાદ કોઅતાહાંવ.