13 એને જીં કાય તુમા મા નાવાકોય માગહા તીંજ આંય કોઅહી કા પોહાકોય આબહા મહિમા ઓએ.
જોવે તુમા માંયેમાય બોની રાહા, એને મા શિક્ષણ તુમહેમાય રોહોય, તોવે તુમા જીં કાય માગહા તીં તુમહાન મિળી.
ચ્યાહાટી તુમહાન આંય આખતાહાવ કા, જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોઅઇ દી.
એને જીં કાય તુમા પ્રાર્થનામાય માગતાહા, ઓહડો બોરહો રાખા કા તી તુમહાન મિળી જાય, તોવે પોરમેહેર ચ્યાહાટી ઈ કોય દી.”
“તુમહાન જીં જોજે તીં પોરમેહેરાપાય માગા એને તો તુમહાન દી; હોદહા તે તુમહાન જોડી, ઠોકહા, તે તુમહેહાટી ઉગાડવામાય યી.”
આપા પોરમેહેરાઆરે જોડાલા રોજહે તોવે એને આપહાન પોરમેહેરાવોય પુરી ખાત્રી હેય કા જોવેબી આપા ચ્યા ઇચ્છા પરમાણે માગતાહા, તોવે તો આપહે વોનાયેહે.
ચ્યે સમય તુમા માન કાય નાંય પુછહા, આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જો તુમા આબહાવોય જીં કાય માગહા, તુમા મા શિષ્ય હેય, યાહાટી તો તુમહાન દી.
એને જીં કાય આપા પોરમેહેરાપાઅને માગતેહે, તી આમહાન ચ્ચા પાઅને મિળહે, કાહાકા આપા ચ્ચા આગનાહા પાલન કોઅતાહા, એને આમા તીંજ કોઅજેહે જીં ચ્ચાલ હારાં ગોમહે.
તુમહાય માન નાંય નિવડયો, બાકી માયે તુમહાન નિવડયા, એને તુમહાન નેમહ્યા કા તુમા જાયન ફળ લીયા, એને તુમહે ફળ ટોકી રોય, કા તુમા મા શિષ્ય હેય યાહાટી આબહાવોય માગા, એને તો તુમહાન દી.
જોવે તુમા માપાયને મા નાંવે કોય કાયબી માગહા, તો તી આંય કોઅહી.”
યાહાટી તુમા આપસમાય યોક બિજા હામ્મે આપહે-આપહે પાપાહા કોબુલ કોઆ, એને યોકા બિજા હાટી પ્રાર્થના કોઆ, જ્યાકોય હારાં ઓઅય જાહા, ન્યાયી માઅહા પ્રાર્થનાયે બો બોદી અસર ઓઅય હોકહે.
ખ્રિસ્ત જો માન સામર્થ દેહે ચ્ચામાય આંય બોદાંજ કાય કોય હોકહુ.
બાકી જો તુમહેમાઅને યોકતાલ બુદયે કોમી હેય, તે પોરમેહેરાપાઅને માગા, તો ઠપકો દેયા વોગાર બોદહાન ઉદારતાથી દેહે, એને તો ચ્ચાલ દેઅરી.
ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે, આપહાન પોરમેહેરા હજર્યેમાય યાહાટી ઈંમાત એને ઓદિકાર હેય.
ચ્યે સમયે તુમા મા શિષ્ય હેય યાહાટી માગહા એને આંય તુમહેહાટી આબાલ પ્રાર્થના કોઅયીહી, આંય એહેકેન નાંય આખતાહાવ.
આંય એને આબહો યોક હેજે.”
ખ્રિસ્તા લીદે, આપા બોદે યોકુજ પવિત્ર આત્માકોય પોરમેહેર આબા પાહી યેય હોકતેહેં.
તુમા જીં કાય બોલા કા કોઆ, તી બોદા પ્રભુ ઈસુવા નાંવ લેઈને કોઆ એને પ્રભુ ઈસુથી પોરમેહેર આબા ધન્યવાદ કોઆ.
પાછે સણા છેલ્લે દિહે, મતલબ મુખ્ય દિહી આતો, ઈસુ ઉબો રોયન મોઠેરે બોંબલીન આખ્યાં, “જીં કાદા માઅહું પીહાં હેય તી માયેપાંય યેય, એને પિયે.
યાહાટી જ્યેં ઈસુથી પોરમેહેરાપાય યેતહે, તો ચ્યાહા પુરાં-પુરાં તારણ કોઅઇ હોકહે, કાહાકા તો ચ્યાહાહાટી પોરમેહેરાલ વિનાંતી કોઅરાહાટી કાયામ જીવતો હેય.
ઈસુવે ચ્યાલ આખ્યાં, “વાટ એને હાચ્ચાં એને અનંતજીવન આંયજ હેતાંવ, માયે વોગાર કાદો પોરમેહેર આબહાપાય નાંય જાય હોકે.
ઈસુવે ગીરદીલ મોઠેરે બોંબલીન આખ્યાં, “જીં માઅહું માયેવોય બોરહો કોઅહે, તી માયેવોય નાંય, બાકી માન દોવાડનારાવોય બોરહો કોઅહે.
એને આંય તુમહાન આખતાહાવ, તુમહાન જીં જોજે તી પોરમેહેરાપાય માગા એને તો તુમહાન દી હોદાહા તે તુમહાન જોડી ઠોકાહા, તે તુમહેહાટી ઉગાડવામાય યી.
એને જ્યેં રીતે લોક દોગડાહા થી ગુઉ બોનાડતેહે, ચ્યે રીતે પોરમેહેર તુમહાન યોકહાતે યોકા ટોળામાય જોડી રિયહો જ્યામાય પોરમેહેરા આત્મા રોહે, એટલે જીં ઈસુ ખ્રિસ્તાય આમેહાટી કોઅયા, ચ્યાથી તુમા ચ્યા યાજકાહા હારકા જ્યા બલિદાન ચોડાવતાહા, ઓહડે કામે કોઆ જ્યેં પોરમેહેરાલ પ્રસન્ન કોઅતેહે.
તોવે ઈસુવે ચ્યાહાન આખ્યાં, “આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, પોહો પોતે કાય નાંય કોઅય હોકે, તો કેવળ તીંજ કોઇ હોકહે, તો તીંજ કોઅહે, જીં તો આબહાલ કોઅતો એએહે, કાહાકા જીં કાય આબહો કોઅહે, તીંજ પોહોબી કોઅહે.
યાહાટી ઈસુથી આપા પોરમેહેરાલ આરાધનારુપી બલિદાના બેટ દેતા, એટલે ચ્યા ઓઠહા થી, જીં ચ્યાહાટી ચ્યા નાંવ બીજહાન પ્રગટ કોઅતા રોતા.
આમહે મહાયાજક, જો ઈસુ ખ્રિસ્ત હેય, તો આમહે બોદી કમજોરયેમાય મોદાત કોઅહે, કાહાકા ચ્યાય આપહે હારકા બોદ્યેજ જાત્યે પરીક્ષાયે સામનો કોઅયો બાકી તેરુંબી કાય પાપ નાંય કોઅયા.
યા લીદે, આંય પોરમેહેર આબાલ પ્રાર્થના કોઅતાહાંવ,
બાકી આંય જીં પાઆય દિહી, તાંમાઅને જીં માઅહું પીયી, તો કાદે દિહે પિહો નાંય ઓરી, બાકી જીં પાઆઈ આંય દિહી, તો ચ્યામાય યોક ઝરો બોની જાય, જીં ચ્યાલ અનંતજીવન દેઅરી.”
ઈસુવે ચ્યેલ જાવાબ દેનો, “તું નાંય જાંએ કા પોરમેહેર તુલ કાય દાં માગહે, એને તું નાંય જાંએ કા કું તોવોય પાઆય માગહે. જોવે તું જાઅતી, તે તું માવોઅને ચ્યાલ માગતી એને આંય તુલ પાઆય દેતો જીં જીવન દેહે.”
બાકી તેરુંબી આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા મા જાઅના તુમહેહાટી હારાં હેય, કાહાકા જો આંય નાંય જાંઉ, તોવે મોદાત્યો તુમહેપાય નાંય યી, બાકી જોવે આંય જાહીં, તોવે ચ્યાલ તુમહેપાય આંય દોવાડીહી.
જોવે તો બાઆ નિંગી ગીયો તોવે ઈસુવે આખ્યાં, “આમી માઅહા પોહા મહિમા જાયી એને પોરમેહેરા મહિમા ચ્યામાય જાયી.
યાહાટી જીં માઅહું જુદી ભાષા બોલહે, તે તી પ્રાર્થના કોએ, કા જીં ચ્યાય આખ્યાં ચ્યા મતલબ પોતે હોમજાડી હોકે.