12 જોવે ઈસુ ચ્યાહા પાગ દોવી ચુક્યો એને ચ્યા બાઆને ડોગલાં પોવીન બોહી ગીયો પાછે તો શિષ્યહાન આખા લાગ્યો, “કાય તુમા હોમજ્યા કા માયે તુમહેઆરે કાય કોઅયા?
ઈસુવે જાવાબ દેનો કા, “જીં આંય કોઅતાહાંવ તીં તુલ આમી હોમાજ નાંય પોડે, બાકી પાછે હોમાજ પોડી.”
ઈસુ ખાઅના ખાય તાઅને ઉઠયો, એને ચ્યા બાઆને ડોગલાં કાડયા, એને રુંબાળ લેઈને કોંબરા આરે બાંદ્યો.
“કાય તુમા ઈ બોદા હોમજી ગીયા?” ચ્યાહાય આખ્યાં, “હોમાજજેહે.”
પાછા ઈસુવે ચ્યાહાન આખ્યાં, “જોવે તુમા ઓ દાખલો નાંય હુમજે, તોવે તુમા બિજા દાખલા બી નાંય હોમજાહા, જીં આંય તુમહાન આખનારો હેય.
કાહાકા કું મોઠો ગોણાય, ખાં બોઠો તો, કા ચ્યા ચાકરી કોઅનારો તો? ખાં બોઠો તો મોઠો, નાંય કા? બાકી આંય તુમહે વોચમાય ચાકરી કોઅનારા હારખો હેય.