50 લોકહાહાટી યોકા માઅહાય મોઅરા જોજે એને બોદા દેશહા નાશ નાંય ઓઅરા જોજે, ઈ તુમહેહાટી ફાયદા હેય, ઈ બી તુમહાન નાંય હોમજાય.”
ઓ તોજ કાયફા આતો, જ્યેય યહૂદી આગેવાનહાન સલહો દેનેલ કા આમહે લોકહાહાટી યોક માટડા મોઅઇ જાયના હારાં હેય.
એને ચ્યાહાન આખ્યાં, “પવિત્રશાસ્ત્રમાય એહેકોય લોખલાં હેય કા ખ્રિસ્ત દુ:ખ બોગવી, એને તીજે દિહી મોઅલા માઅને પાછો જીવી ઉઠી.
ખારાબ કામ કોઅનાથી જો યોકદા હારાં ઓઅતા ઓઅરી તે એહેકેન કોઅરા જોજે એહેકેન શિક્ષણ આમા દેજહે, એહેકેન આખીન કોલહાક લોક આમહે નિંદા કોઅતાહા, ઓહડા લોક ડૉડ બોગાવના લાયકે હેય.
ચ્યાહાટી પિલાત રાજા ચ્યાલ છોડી દાં કોએ, બાકી યહૂદી લોકહાય બોંબલી બોંબલીન આખ્યાં, “જોવે તું ચ્યાલ છોડી દેહે તો તું કૈસર રાજા દોસ્તાર નાંય હેય, કાહાકા જીં માઅહું પોતાલ રાજા આખહે તો કૈસરા રાજા વિરુદ કોઅહે.”
જો આપા ચ્યાલ નાંય રોકજે, તોવે બોદે માઅહે ચ્યાલ ખ્રિસ્તા રુપામાય બોરહો કોઅરી એને રોમી ઓદિકારી યેઇન યા દેવાળાલ એને યા લોકહા નાશ કોઅરી.”
જો તો જમણો ડોળો પાપા કારણ બોને, તોવે તું ચ્યાલ કાડીન ટાકી દે, કાહાકા તોહાટી ઈ હારાં હેય કા તો શરીરમાઅને યોક અવયવ નાશ ઓઅઇ જાય એને તો આખા શરીરાલ બોસામકોળીમાય નાંય ટાકલાં જાય.