44 જો મોઓઈ ગીઅલો આતો, તો માઅહું બાઆ નિંગી યેનો, ચ્યા આથ પાગ ફાડકા કોઇન વેટાળલા આતા, એને ચ્યા મુંવોય યોક રુંબાળ વેટાળી દેનલો આતો, તોવે ઈસુવે આખ્યાં, “ચ્યા વોયને ફાડકે છોડી દિયા, એને ચ્યાલ જાં દા.”
“આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ કા, ઓહડો સમય યી રોયહો, બાકી યેય ગીયહો, જોલે મોઅલે માઅહે પોરમેહેરા પોહા આવાજ વોનાઈ, એને જ્યેં વોનાઈ ચ્યે જીવતે ઓઈ જાય.
એને ઈસુવા ટોલપ્યેલ વેટાળલો રુંબાળ બી દેખ્યો, બિજા ફાડકાહા આરે નાંય, બાકી આલાગુજ જાગાવોય ગોડી વાળલો દેખ્યો.
તો જ્યા સામર્થ્યાકોય બોદા કાય ચ્ચા તાબામાંય કોઅય હોકહે, ચ્ચાજ સામર્થ્યાકોય આપહે નોબળા શરીર બોદલીન, ચ્ચા મહિમા શરીરા હારકા બોનાવી દી.
આંય એને આબહો યોક હેજે.”
કાહાકા જેહેકેન આબહો મોઅલા લોકહાન જીવતો કોઅહે, તેહેકેન પોહોબી ચ્યા મોરજી પરમાણે મોઅલા લોકહાન જીવતા કોઅહે.
તારાત તો મોઅલો જુવાન ઉઠીન બોઠો, ને બોલતો લાગ્યો એને ચ્યે ચ્યા આયહેલ દેય દેનો.
આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય.
તોવે ચ્યાહાય ઈસુ કુડી લેદી એને યહૂદી લોકહા ડાટના રીવાજ પરમાણે સુગન્દિત દ્રવ્ય ચોપડયા એને ફાડકામાય ચોંડાળ્યા.
તોવે ઈસુવે ચ્યાહાન ચેતવીન આગના દેની કા ઈ વાત કાદાલ ખોબાર નાંય પોડે, એને પોહયે આયહે આબહાલ આખ્યાં કા, પોહયેલ કાય ખાઅના દા.
એને ડોંગો વોળીન ફાડકે બુઇ પોડલેં દેખ્યે, તે તો બિઇ ગીયો યાહાટી તો માજા નાંય ગીયો.
ઈસુય આખ્યાં, “દોગાડ ફેડી ટાકાં” મોઅલા માઅહા બોઅહી માર્થા ચ્યાલ આખા લાગી, “પ્રભુ, આમી ગાંદાતા ઓરી, કાહાકા ચ્યાલ મોઈન ચાર દિહી ઓઈ ગીઅલા હેય.”
તીજાંય યેયન આખ્યાં, ‘ઓ માલિક, એએ તો ઈ હેય, જ્યાલ માયે ફાડકામાય બાંદી થોવ્યેલ.
એહેકેન આખીન બોંબલ્યો, “ઓ લાજરસ બાઆ નિંગી યે.”