40 ઈસુય ચ્યેલ આખ્યાં, “કાય માયે તુલ નાંય આખ્યેલ કા, જોવે તું બોરહો કોઅહે, તોવે તું પોરમેહેરા મહિમા એએહે?”
ઈ વોનાઈન ઈસુવે આખ્યાં, “ઈ બિમારી મોઅરાંહાટી નાંય હેય, બાકી પોરમેહેરા મહિમાહાટી હેય, કા ચ્યાકોય પોરમેહેરા પોહા મહિમા ઓએ.”
એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.
બાકી જોવે આપા બોદા યોક આરહા હારકા પોરમેહેરા મહિમાયેલ ઓહડા મુયહાલ દર્શાવતેહે જ્યાહાવોય પોડદો નાંય પોડ્યહો, તે પોરમેહેર આમહાન વોદતી રોયલ્યે મહિમાયેમાય વોદારે ને વોદારે પોતાના હારકા બોનાડેહે, ઈ પ્રભુ કામ હેય, જીં પવિત્ર આત્મા હેય.
યાહાટી કા પોરમેહેરે આખ્યાં, “આંદારામાઅને ઉજવાડો ચમકે,” એને પોરમેહેરે ઉજવાડા હારકા આમે રુદયામાય હોમાજ દેની, એટલે આમા પોરમેહેરા મહિમાયેલ એઇ હોકજે, જીં ઈસુ ખ્રિસ્તમાય દેખાયેહે.
ઈસુવે જાવાબ દેનો, “નાંય તે ચ્યાય પાપ કોઅલા આતા, નાંય તે ચ્યા આયહે આબહાય બાકી યાહાટી આંદળો જોનમ્યો કા પોરમેહેરા સામર્થ્યા કામ ચ્યામાય દેખાયાં જોજે.
યશાયાય યો વાતો યાહાટી આખ્યેલ, કાહાકા ચ્યાય સોમાયા પેલ્લા ઈસુ મહિમા દેખ્યેલ એને ચ્ચાય ચ્ચા બારામાય વાતો કોઅયો.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, તુમહે બોરહો વોછો હેય, આંય તુમહાન હાચ્ચાંજ આખતાહાવ, તુમહે બોરહો યોક રાયે દાણા ઓલહો રોય, તોવે તુમા યા ડોગાલ આખી હોકતાહા, ઈહીંરે પાછો ઓટીજો, તોવે તો પાછો ઓટી જાઅરી, એને તુમહેહાટી કાયજ અસંભવ નાંય હેય.
ઈસુવે પાહા આબહાલ આખ્યાં, “તુમહાન સંદેહ નાંય ઓરા જોજે આંય એહેકેન કોઅઇ હોકતાહાવ જો કાદાં માઅહું માયેવોય બોરહો થોવહે તી બોદાંજ કાય કોઅઇ હોકહે”.
એને જોવે આપહાય બાપતિસ્મા લેદા તોવે આપા ખ્રિસ્તાઆરે મોઅઇ ગીયે એને દાટી દેનલે ગીયે, જેથી જેહેકેન ખ્રિસ્ત પોરમેહેર આબહા મહિમાકોય મોઅલામાયને પાછો જીવતો જાયો, તેહેકેન આપાબી નોવા જીવન જીવહું.