39 ઈસુય આખ્યાં, “દોગાડ ફેડી ટાકાં” મોઅલા માઅહા બોઅહી માર્થા ચ્યાલ આખા લાગી, “પ્રભુ, આમી ગાંદાતા ઓરી, કાહાકા ચ્યાલ મોઈન ચાર દિહી ઓઈ ગીઅલા હેય.”
જોવે ઈસુ બેથાનીયામાય યેય પોઅચ્યો તોવે ચ્યાલ માલુમ જાયા કા લાજરસાલ માહણામાય થોવિન ચાર દિહી ઓઈ ગીયહા.
એને ચ્યો ચ્યેહેમાય એહેકેન આખત્યો આત્યો કા, “આપહેહાટી કોબારે મુંયા ઉપને મોઠો દોગડો કું ઓટાડી?”
તો જ્યા સામર્થ્યાકોય બોદા કાય ચ્ચા તાબામાંય કોઅય હોકહે, ચ્ચાજ સામર્થ્યાકોય આપહે નોબળા શરીર બોદલીન, ચ્ચા મહિમા શરીરા હારકા બોનાવી દી.
કાહાકા તું મા જીવાલ અધોલોકમાય નાંય જાં દેહે એને પવિત્ર માઅહા કુડીલ હોડી નાંય જાં દેહે.
યાહાટી દાઉદ રાજા તે પોરમેહેરા મોરજી પરમાણે ચ્યા સોમાયામાય સેવા કોઇન મોઅઇ ગીયો, એને ચ્યા આગલ્યા ડાયહા આરે દાટાયો.
જ્યેં નાશ ઓઅઇ રીયહે, ચ્યાહાહાટી આમા મોરણા ગંધ, એને જ્યેં તારણ પામી રીયહે ચ્યાહાહાટી જીવના સુગંદ. આસલીમાય, કાદોબી પોતે પોતાનાલ યા સુગંદાલ ફેલાવાં યોગ્ય નાંય હેય.