13 ઈસુવે ચ્યા મોતા બારામાય આખલા આતા, બાકી ચ્યા હોમજ્યા તે નિંદેમાય હૂવી જાઅના બારામાય હોમજ્યા.
તોવે ચ્યે આખ્યાં, “હોરકી જાં, પોહી મોઅયીહી નાંય, બાકી હુતહી” તોવે ચ્યા ઓહરા લાગ્યા.
તોવે ચ્યે ચ્યાહાન રોડતા એને કાકાહા કોઅતા દેખ્યા. તોવે ઈસુવે ગોઅમે જાયન, ચ્યાહાન આખ્યાં કા, “તુમહાન કાકાહા કોઅના એને રોડના ગોરાજ નાંય હેય, પોહી મોઓઈ નાંઈ ગીયહી બાકી, હૂવી રીયલી હેય.”
ચ્યાય યો વાતો આખ્યો, એને પાછે તો ચ્યાહાન આખા લાગ્યો, “આપહે દોસ્તાર લાજરસ હૂવી ગીયહો, બાકી આંય ચ્યાલ ઉઠાડાંહાટી જાતહાવ.”
તોવે શિષ્યહાય ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, તો હૂવી ગીયહો, તોવે પાછો હારો ઓઅઇન બોચાવલો જાય.”
તોવે ઈસુવે ખુલ્લાં આખ્યાં, “લાજરસ મોઓઈ ગીયહો.