41 બોજ જાંએ ચ્યાપાય યેયન આખા આતેં, “યોહાને તે કાય ચમત્કારા કામ નાંય દેખાડયા, બાકી યા માઅહા બારામાય યોહાને જીં કાય આખ્યાં તીં બોદા હાચ્ચાં આતા.”
ઈસુય ગાલીલ ભાગા કાના ગાવામાય ચ્યા ચમત્કારહા શુરવાત કોઇન ચ્યા મહિમા કોઅયી, એને ચ્યા શિષ્યહાય ચ્યાવોય બોરહો કોઅયો.
ઓ તોજ હેય, જો મા પાછે યેનારો હેય, આંય તે ચ્યા ચાકાર બોનીન ચ્યા ખાઅડા હુતળી છોડાબી લાયકે નાંય હેય.”
જોવે હજારો લોક ટોળો વોળીન ઈસુવાપાય યેને, ઓલે બોદે કા યોકબિજાલ બીચડી દેત, તોવે ઈસુ પેલ્લા ચ્યા શિષ્યહાન આખતો લાગ્યો, “પોરૂષી લોકહા ડોંગ્યા હારકા ખમીરથી હાચવીન રોજા.
યોક દિહી ઈસુ ગેનેસારેત દોરિયા મેરાવોય ઉબો રિઅલો આતો, એને માઅહે પોરમેહેરા વચન વોનાયાંહાટી ગીરદી કોએત એને ચ્યાલ બીચડી રીઅલા આતા, તોવે એહેકોય જાયા,
જોવે તો મિળ્યો, તોવે ચ્યાલ આખ્યાં, “બોજ લોક તુલ હોદી રીયહા.”
એને ચ્યે ચ્યા ચાકારાલ આખ્યાં, “ઓ યોહાન બાપતિસ્મા દેનારો હેય, જો મોઅલા માઅને પાછો ઉઠયોહો યાહાટી ચ્યા આથે મોઠે ચિન્હે ઓઅતેહે.”