26 બાકી તુમા યાહાટી બોરહો નાંય કોએત, કાહાકા તુમા મા ગેટહામાઅને નાંય હેતા.
જો કાદો પોરમેહેરાપાઅને હેય, તો પોરમેહેરા વાતો વોનાયેહે, એને તુમા યાહાટી નાંય વોનાયે કાહાકા તુમા પોરમેહેરાપાઅને નાંય હેતા.”
જેહેકેન મા ગેટેં આસલી ગોવાળા આવાજ વોળાખતેહે, તેહેકેનુજ મા લોક મા વાતે વોય ધ્યાન દેતહા, આંય ચ્યાહાન વોળાખતાહુ, એને ચ્યા મા શિષ્ય બોની ગીઅલા હેય.
આપા પોરમેહેરા હેજે, જીં કાદાં પોરમેહેરાલ જાંઅહે, તી આમહે વાત વોનાયેહે, જીં કાદાં પોરમેહેરાલ નાંય જાંઆય, તી આમહે વાત નાંય વોનાય, યા નુસાર આમા હાચ્ચાં બોલનારા આત્મા એને જુઠા બોલનારા આત્માલ પારખી લેજેહે.
એને જોવે બોદા ગેટહાન બાઆ કાડહે, તોવે તો ચ્યાહા આગલા ચાલહે એને ગેટેં ચ્યા પાહલા ચાલતેહે કાહાકા ચ્યે ચ્યા આવાજ વોળાખતેહે.
એને ચ્યે આખ્યાં, “યાહાટી માયે તુમહાન આખ્યેલ કા જાવ લોગુ કાદા માઅહાલ પોરમેહેરાપાઅને ઈ વરદાન નાંય દી હોકે, તાંવ લોગુ તી માયેપાંય નાંય યી હોકે.”
આબહે માન જ્યા લોક દેનહા, ચ્યા બોદા માયેપાંય યી, એને જીં માઅહું માયેપાંય યી ચ્યાલ આંય નાંય કાડહીં.