21 બીજહાંય આખ્યાં, “યો વાતો ઓહડા માઅહા નાંય જ્યામાય બુત રોય, યોક બુત કોય દિહે આંદળાલ નોજાર નાંય દી હોકે.”
કા આંદળે દેખતેહે એને લેંગડે ચાલતે ફીરતેહે, કોડળેં હારાં કોઅવામાય યેતહે એને બોઅરે વોનાતેહે, મોઅલે જીવતે ઊઠતેહે એને ગરીબાહાલ હારી ખોબાર આખવામાય યેહે.
ઈ આખીન તો દોરતીવોય થુપ્યો એને થુપે કોઇન કાદુ મોગલ્યો, એને તો કાદુ ચ્યા ડોળાહાવોય ચોપડયો,
એને બોદા સિરીયા વિસ્તારામાય ચ્યા ખોબાર ફેલાય ગીયી, તોવે જ્યા બિમાર આતા, જ્યાહાલ જુદા-જુદા જાત્યા રોગ એને દુ:ખામાય પીડાલા આતા, એને જ્યાહાલ બુત લાગલા એને મિરગ્યે લોખવાવાળે આતેં, એને ચ્યા બોદહાન ચ્યાહાય ચ્યાપાય લેય યેને એને ચ્યાય ચ્યા બોદા દુખ્યાહાલ હારેં કોઅયે.
તોવે યેરૂસાલેમ શેહેરામાય દેવાળા ઉદઘાટનાલ યાદ કોઅના સણ આતો એને હિયાળા મોંસમ આતો.