2 દાખલાહાટી જો યોક માઅહું હોના મુંદી એને સોબાતેં ફાડકે પોવીન તુમહે સોબાયેમાય યેહે, એને યોક ગોરીબ બી મેલેં ચોંડળાલેં ફાડકે પોવીન યેહે.
બાકી ચ્યા આબહાય પોતાના ચાકારાહાન આખ્યાં કા, જલદી હારામાંય હારાં ડોગલાં લેયને ચ્યાલ પોવાડા, એને આથા આંગઠ્યેમાય વિટી પોવાડા, એને પાગહામાય વાઅણે પોવાડા.
બાકી હેરોદ રાજાય ચ્યા સિપાડાહા આરે ઈસુવા અપમાન કોઇન મશ્કરી કોઅયી, એને નિંદા કોઅયી, ચ્યાલ યોક રાજા ફાડકા પોવાડયા એને પાછો પિલાત રાજાપાય દોવાડયો.
એને તુમા ચ્ચા સોબાતેં ફાડકાવાળાલ વદારે માનપાન દેયને આખે, “તું ઈહીં હારાં જાગાવોય બોહો,” એને ચ્ચા ગરીબાલ આખે, “તું તાંજ ઉબો રો,” કા “મા પાગહા ઈહીં યેયન નિચે બોહો.”