7 ઓહડા માઅહાય ઈ આશા બીલકુર નાંય રાખના કા ચ્ચાલ પ્રભુ પાઅને કાય મિળરી,
તુમા માગતાહા તેરુંબી તુમહાન નાંય મીળે, કાહાકા ખારાબ ઇચ્છાકોય માગતાહા, યાહાટી કા આપહે મોજ-મોજ્યામાય ઉડવી દા.
બાકી તુમા માગતાહા તે બોરહો રાખીન માગના એને કાય શંકા નાંય કોઅના, કાહાકા જો શંકા કોઅહે તો દોરિયા લાફા હારકો હેય જીં વારે કોય વોવહે એને ઉસળેહે.
કાહાકા તો ચ્ચા મોન બોદાલતો રોહે એને પોતાના વાતમાય મજબુત નાંય રોય.