16 ઈસુ કાદા ખાસ માઅહું એટલે લેવી કુળા ઓઅના નિયમાહા એને વિદયેહે લીદે યાજક નાંય બોન્યો. બાકી તો પોતાના જીવના સામર્થ્યા લીદે યાજક બોન્યો જો કોદહી પારવાયી નાંય.
કાહાકા તુમહે પાપી સ્વભાવ ખ્રિસ્તાઆરે મોઅઇ ગીઅલો હેય, યાહાટી આમી તુમહાન યા દુનિયા રીતિરિવાજ પાળના ગોરાજ નાંય હેય, તે પાછે તુમા કાહા આમીબી યા રીતિરિવાજ પાળતાહા, જેહેકેન તુમા આમીબી દુનિયા તાબામાંય હેય?
આંય યોકદા મોઅઇ ગીઅલો આતો, બાકી આમી જીવતો હેતાંવ, એને આંય સાદામાટે જીવતો રોહીં, માયેપાંય મોરણા એને અધોલોક (જો મોઅલા લોકહા જાગો હેય) વોય ઓદિકાર હેય.
ભવિષ્યામાય યેનાર્યે હાર્યે વસ્તુહુ કેવળ યોક છાવડી હેય, બાકી વાસ્તવિક રુપે નાંય હેય, યાહાટી, નિયમાનુસાર લોક દર વોરહે યોકુજ બલિદાન દેતહેં, જ્યા પોરમેહેરાહાટી પાહાય યેતહા બાકી યા બલિદાનથી ચ્યા લોક કોદહી સિદ્ધ નાંય બોની હોકે.
હાચ્ચોજ મૂસા નિયમ તે નોબળા માઅહાલ મહાયાજક નિવડેહે, બાકી તી કસમ જીં મૂસા નિયમાહા પાછે યેની ચ્યાય પોરમેહેરા પોહાલ મહાયાજકા રુપામાય નિવડયો જો કાયામમાટે યોક સિદ્ધ મહાયાજક બોની ગીયો.
પવિત્રશાસ્ત્રમાય ચ્યા આયહે આબહા, ચ્યા વંશ કા ચ્યા જન્મા કા ચ્યા મોરણા બારામાય કાયજ ખોબાર નાંય, તો પોરમેહેરા પોહા હારકો હેય એને તો કાયામમાટે યાજક બોની રોહે.
એને પોરમેહેરાય આપહે પાપ લોખલાં ચોપડીમાઅને ખોડી ટાક્યા, જીં વિદી નિયમાહા લીદે આપે વિરુદ આતા, જોવે ખ્રિસ્ત હુળીખાંબાવોય ચોડયો તોવે ચ્યે તી લોખાણ પુરીરીતે ફાડી દેના.
બાકી આમી જોવે તુમહે પોરમેહેરાઆરે યોક રીસ્તો હેય, કા એહેકેન પોરમેહેરાય તુમહાન ચ્યા પોહહા હારકે સ્વીકાર કોઅલે હેય, તે પાછે તુમા નોબળા એને નોકામ્યા પેલ્લા શિક્ષણા ગુલામ બોનાહાટી કાહા ફિરી ગીયહેં? કાય તુમહાન બીજેદા ચ્યાજ ગુલામ બોનના લાલસા હેય?
તેહેકેજ આપાબી, જોવે હાના પોહા હારકા આતા, તોવે આપા યા દુનિયા રીતીરીવાજાહા એને નિયમાહા ગુલામ આતા.
જોવેકા લેવી કુળ તે વોગાર કસામે યાજક ઠોરાવલા ગીયા બાકી ઈસુ કસામેહાતે પોરમેહેરા પાયને નિવાડલો ગીયો ચ્યાય ઈસુ બારામાય આખ્યાં, “માયે, પોરમેહેરે ઈ કસમ લેદહી, આંય મા મોન કોદહીજ નાંય બોદલું, કા તું કાયામુંજ યાજક હેય.”
કાહાકા ચ્યા બારામાય પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય સાક્ષી દેહે, “જેહેકેન મલકીસાદક યોક યાજક આતો, તું ચ્યા હારકો કાયામમાટે યાજક હેય.”
આપા જાંઅજેહે કા, મૂસા નિયમ આત્મિક હેય, બાકી આંય માઅહું હેય, એને આંય પાપા ગુલામ હેય.
આમી ઈ વોદારે ચોખ્ખાં હેય કા મૂસા નિયમ એને યાજકાહાલ બોદલી દેવામાય યેનહા, કાહાકા આમહે મહાયાજક જો આમી યેનહો, તો મલકીસાદક હારકો યાજક હેય.
તે પાછે વાયજ વિચાર કોઅય એઆ કા ખ્રિસ્તા લોય આમહે રુદયાલ ચ્યા કામહાથી કોલહા ચોખ્ખાં કોઅરી જ્યેં મોરણા એછે લેય જાતહેં, એટલે આમા જીવતા પોરમેહેરા આરાધના કોઅય હોકજે. કાહાકા અનંત આત્મા સામર્થ્યા થી, ખ્રિસ્તાય આમહે પાપહાહાટી પોતે પોતાલ બલિદાના રુપામાય પોરમેહેરાલ બેટ છોડવી દેનો.