24 તુમા ઈસુપાય યેનહા જ્યાથી પોરમેહેર એને લોકહા વોચ્ચે નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એને વોવાડલ્યે લોયે પાહાય યેનહે, જીં હાબેલા લોયા હારકા પ્રતીશોદાહાટી રોડના કોઅતા માફ્યે વાત કોઅહે.
યા લીદે ખ્રિસ્ત લોકહા હાતે યોક નોવા કરારા મધ્યસ્થ ઓઅહે, એટલે ચ્યા લોક જ્યા પોરમેહેરાથી હાદલા ગીયહા, ચ્યે ચ્યા અનંત બોરકાતેલ મેળવી હોકે જ્યાહા વાયદો પોરમેહેરે કોઅલો આતો. એહેકેન યાહાટી ઓઅય હોકહે કાહાકા ખ્રિસ્ત ચ્યાહાન ચ્યા પાપહા ડૉડ છુટકો કોઆડાહાટી મોઅઇ ગીયો જ્યા ચ્યાહાય પેલ્લા કરારા આધીન કોઅલા આતા.
બોરહો કોઅના લીદેજ મૂસાયે ઈસરાયેલ લોકહાન પાસ્કા સણ માનના એને બાઅણા ચોકટાહાવોય ગેટા લોય છાટના આગના દેનલી આતી, એટલે પેલ્લા જન્મામાય યેનલા પોહાહા નાશ કોઅનારો દૂત ઈસરાયેલા લોકહા પેલ્લા જન્મામાય યેનલા પોહાહાન આથ નાંય લાવે.
બોરહો કોઅવાથીજ આદામા પોહો હાબેલે ચ્યા મોઠા બાહા કાઈના કોઅતા ઉત્તમ બલિદાન પોરમેહેરાલ ચોડાવ્યા, ચ્યા લેદે પોરમેહેરે હાબેલાલ ન્યાયી જાહીર કોઅયો. કાહાકા પોરમેહેરે ચ્યા બલિદાનથી પ્રસન્ન આતો, ચ્યા મોરણ ઓઅય ચુક્યાહા, બાકી તેરુંબી આમી આમહાન હિકાડી રીયહા બોરહો કેહેકેન રા જોજે.
બાકી ઈસુ ખ્રિસ્ત આમહે મહાયાજકાલ જીં યાજકા કામ દેનલા ગીયહા, તો ચ્યા કામાથી કોલહોક વોદારે મોઠો હેય જીં બિજા યાજકાહાલ દેનલા ગીયેલ, કાહાકા તો તોજ હેય જીં ઉત્તમ વાયદા આધારાવોય, પોરમેહેરા હામ્મે આમહેહાટી યોક બોજ ઉત્તમ વાયદા મધ્યસ્થતા કોઅહે.
કેવળ યોકુજ પોરમેહેર હેય, એને જો પોરમેહેર એને માઅહા વોચમાય મધ્યસ્થ કોઅહે, તે તી માઅહું ઈસુ ખ્રિસ્ત હેય.
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ દારાખા રોહો મા લોય હેય, મા લોય ઘોણા લોકહા પાપહા માફ્યે હાટી વોવાડલાં જાહે, ઓ ચ્યા વાયદા સાબિત કોઅરી જો પોરમેહેર પોતે લોકહાઆરે બોનાવી રિઅલો હેય.
ન્યાયી હાબેલાથી લેઈને બીરીક્યા પોહો જખરિયા લોગુ, જ્યાલ તુમાહાય દેવાળા એને બેટ ચોડાવના વેદ્યે વોચમાય માઆઇ ટાક્યો, જોલા ન્યાયી લોકહા ખૂન જાયા, બોદા તુમહેવોય યેય પોડી.
પાછે ઈસુવે દારાખા રોહા પિયાલો લેદો; એને પોરમેહેરા આભાર માનીન તીં ચ્યા શિષ્યહાન દેના; એને ચ્યા બોદહાય ચ્યામાઅને પિદાં; એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ દારાખા રોહો મા લોય હેય, મા લોય ઘોણા લોકહા એહેરે બોલીદાના રુપામાય વોવાડલાં જાહે, ઓ ચ્યા વાયદા સાબિત કોઅરી જો પોરમેહેર પોતે લોકહાઆરે બોનાવી રિઅલો હેય.
પોરમેહેર આબહે બોજ પેલ્લેથીજ તુમહાન પોતાના લોક ઓઅરાહાટી એને પવિત્ર આત્મા કામથી તુમહાન પવિત્ર કોઅરાહાટી નિવડી લેદલા આતા. ચ્યાય એહેકેન યાહાટી કોઅયા કા તુમા ઈસુ ખ્રિસ્તા આગનાયે પાલન કોએ, એને ચ્યા લોયેથી શુદ્ધ ઓએ. તુમહાન બોજ સદા મોયા એને શાંતી મિળતી રોય.
ઈસુ ખ્રિસ્તા લોય છાટવાથી, આમહે અશુદ્ધ રુદય દુર ઓઅય ગીયહા, એને આમહે શરીરાલ ચોખ્ખાં પાઆયાથી દોવલાં જાવાથી, આમહાન તિયાર કોઅલા ગીયહા, યાહાટી આમી યા, આમા હાચ્ચે દિલથી એને મજબુત બોરહાહાતે પોરમેહેરાપાય જાતા.
યેજ રીતેથી મૂસાયે માંડવો એને ભક્તિહાટી વાપર ઓઅનારા બોદા સામાનાવોય લોય છાટયા.
એને આમી શાંતી દેનારો પોરમેહેર, જ્યાંય ગેટહા મહાન રાખવાળ એટલે ઈસુ ખ્રિસ્ત, આપહે પ્રભુલ અનંત કરારા લોયેથી મોઅલા માઅને પાછો જીવતો કોઅયો,
યા લીદે ઈસુ તો હેય જો યા ઉત્તમ વાયદાલ સંભવ બોનાડેહે.
હાબેલાલ માઆઇ ટાકના પાઅને લેયને જખરિયા માઆઇ ટાકના લોગુ જો વેદ્યે એને દેવાળા વોચમાય માઆઇ ટાક્યેલ, આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, ચ્યાહા ઇસાબ યે પીડી લોકહાપાઅને લેદલો જાય.
એને ઈસુવે ચ્યાહાન આખ્યાં, “ઓ દારાખા રોહો મા લોય હેય, મા લોય ઘોણા લોકહા એહેરે બોલીદાના રુપામાય વોવાડલાં જાહે, ઓ ચ્યા વાયદા સાબિત કોઅરી જો પોરમેહેર પોતે લોકહાઆરે બોનાવી રિઅલો હેય.
બાકી પોરમેહેર લોકહાન દોષ દેયને આખહે, પ્રભુ આખહે, એઆ ચ્યા દિહી યેતહા, કા આંય ઈસરાયેલ લોકહાઆરે એને યહૂદી લોકહાઆરે, આંય યોક નોવો કરાર કોઅહી.
યોક મધ્યસ્થા ગોરાજ તોવે ઓઅહે જોવે બેન માઅહે કરાર કોઅતેહે, બાકી પોરમેહેરાય મધ્યસ્થા વોગાર આબ્રાહામાઆરે કરાર કોઅયો.
પોરમેહેરે યાલ યોક નોવો કરાર આખ્યો, યાહાટી ચ્યાય પેલ્લા કરારાલ જુનો કોઅય દેનહો, એને જીં કાયબી જુના હેય એને ગોહાયેહે તી પારવાયને નિંગી જાંહાટી તિયાર હેય.
જોવે મૂસાયે બોદા લોકહાન નિયમા આગનાયે બારામાય આખ્યાં, યા પાછે ચ્યાય વાછડાહા એને બોકડાહા લોય લેયને ચ્યાલ પાઅયામાય બેખળ્યા, પાછે ચ્યાય વોદારે લાલ રંગા ઊનાલ જુફા નાંવા જાડા ડાહાગ્યો બાંદિન એને યાલ લોયેમાય બુડવીન નિયમા ચોપડ્યેલ એને બોદા લોકહાવોય છાટી દેના.