11 હર યોક યાજક વેદ્યે હામ્મે ઉબો રોયન દિને ને-દિનેરોજ યોકાજ જાત્યા બલિદાન ચોડાવતેહે, જીં પાપાલ કોદહીબી દુઉ નાંય કોઅઇ હોકે.
પોરમેહેર હર યોક મુખ્ય મહાયાજકાલ ઈસરાયેલ લોકહામાઅને નિવડેહે, એને લોકહા ભલાયેહાટી પોરમેહેરા કામ કોઅરાહાટી નિવાડલો જાહાય, એટલે લોકહા પાપહા માફ્યે હાટી બેટ એને બલિ ચોડાવે.
એને ચ્યા મહાયાજક જ્યા હારૂના કુળા આતા ચ્યાહા હારકા ઈસુલ ગોરાજ નાંય કા દિનેરોજ પેલ્લા પોતાના પાપહા એને પાછે લોકહા પાપહાહાટી બલિ ચોડવે, કાહાકા ઈસુય પોતેજ પોતાલ બલિદાનથી ઈ કામ કાયામમાટે યોકુજ વોખાત પુરાં કોઅય દેના.
ભવિષ્યામાય યેનાર્યે હાર્યે વસ્તુહુ કેવળ યોક છાવડી હેય, બાકી વાસ્તવિક રુપે નાંય હેય, યાહાટી, નિયમાનુસાર લોક દર વોરહે યોકુજ બલિદાન દેતહેં, જ્યા પોરમેહેરાહાટી પાહાય યેતહા બાકી યા બલિદાનથી ચ્યા લોક કોદહી સિદ્ધ નાંય બોની હોકે.
આમહે મહાયાજક પરમપવિત્ર જાગામાય સેવા કોઅહે, એટલે હાચ્ચાં મિલાપવાળા માંડવામાય, જો માઅહાથી નાંય બાકી પ્રભુથી બોનાડલો આતો.
એને જો ખ્રિસ્ત દોરતીવોય રોતો, તે કોયદિહી યાજક નાંય રોતો, યાહાટી કા દોરતીવોય મૂસા નિયમાઅનુસાર પેલ્લેથીજ યાજક હેતા જ્યા બેટ ચોડાવતાહા.