Biblia Todo Logo
Bib sou entènèt

- Piblisite -




હિબ્રૂઓને પત્ર 1:3 - ગામીત નોવો કરાર

3 પોહો પોરમેહેરા મહિમાયે ઉજવાડાલ પ્રગટ કોઅહે, એને આમા ચ્યામાય એઅય હોકજેહે કા પોરમેહેર કોહડો હેય, ઓ પોહો પોતાના શક્તિશાળી વચનાહાકોય, બોદાજ દુનિયાલ ટકાડી રાખહે. ચ્યે લોકહાન ચ્યાહા પાપહાથી શુદ્ધ કોઅયા, એને યા પાછે હોરગામાય મહિમામય પોરમેહેરા જમણી એછે જાયને બોઠો.

Gade chapit la Kopi




હિબ્રૂઓને પત્ર 1:3
42 Referans Kwoze  

“ઓ આમહે પ્રભુ પોરમેહેર, તુયે બોદા કાય બોનાવલા હેય, તોજ ઇચ્છાથી ચ્યે હજર હેય, એને ચ્યે બોનાડલે ગીયહેં, યા લીદે તું મહિમા એને આદર એને સામર્થ્યા યોગ્ય હેય.”


એને વચન યોક માઅહું બોન્યો, એને મોયા એને હાચ્ચાયેકોય પરિપૂર્ણ ઓઇન આપહેમાય વોહતી કોઅયી, એને આમહાય ચ્યા મહિમા એઅઇ, જીં પોરમેહેર આબા પાઅને યેનલા યોકને-યોક પોહા મહિમા.


યા દુનિયા દેવાય ચ્યા નાંય બોરહો કોઅનારાહા મોનાલ આંદળા કોઅય દેનહા, એટલે ચ્યે ખ્રિસ્તા મહિમાયે હારી ખોબારે ચ્યા યેનારા ઉજવાડાલ દેખી નાંય હોક્યા, ખ્રિસ્ત પોરમેહેરા પ્રતિમા હેય.


એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.


તો બોદા જીવના ઝરો હેય, એને તોજ બોદા માઅહાન ઉજવાડો દેહે.


બાકી ઈસુ ખ્રિસ્તાય પાપહા માફ્યે હાટી પોતેજ કાયામમાટે યોક બલિદાના રુપામાય દેય દેના, એને તો સિંહાસનાવોય પોરમેહેરા જમણી એછે બોદહાથી ઉચા માનાપાના જાગાવોય જાયને બોહી ગીયો.


તો યોકમાત્ર પોરમેહેર હેય જ્યાંય આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહેહાટી જીં કોઅયાહાં, ચ્યાથી આમહે તારણ જાયહાં. આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકહાથી પોરમેહેરા આદર કોઅલો જાયના એને ચ્યા પ્રશંસા કોઅલો જાયના કારણ બોને. ચ્યે વોળખી જાય કા ચ્યાપાય સમયા શુરવાતથી લેયને વર્તમાન લોગુ એને કાયામ ને કાયામ સામર્થ એને ઓદિકાર હેય. આમેન.


નાંય તે પાછા ચ્યાલ દુનિયા શુરવાતથી લેયને બોજ વોખાત દુ:ખ ‌વેઠા પોડતા, બાકી ખ્રિસ્તાય સમયા આખરી સમાયમાય પોતાના બલિદાનથી પાપાલ મટાડી કેવળ યોકુજ વોખાત યેનો.


બાકી જો આમા તીંજ કોઅજે જીં હારાં હેય જેહેકોય પોરમેહેર સિદ્ધ રુપામાય હારો હેય, જોવે આપા ઉજવાડામાય જીવજેહે, તોવે આપહે યોક-બિજા આરે સંગતી હેય, એને ચ્યા પાહા ઈસુવા લોય આપહાન બોદા પાપહાથી ચોખ્ખાં કોઅહે.


યાહાટી, ઈસુ જો હોરગામાય ગીયહો, તો પોરમેહેરા પોહો હેય, તો આમે બોદહા મોઠો મહાયાજક હેય, યાહાટી યા આમા ચ્યા બોરહાલ છોડયા વોગાર ચ્યામાયજ મજબુત બોની રોહુ, જ્યેથી આમહાય બોદહા હામ્મે કોબુલ કોઅયેલ.


એને તુમા જાંઅતાહા કા, ઈસુ ખ્રિસ્ત યાહાટી દુનિયામાય યેનો, કા પાપ કાડી ટાકે, એને ચ્ચામાય કાયજ પાપ નાંય હેય.


જોવે આમહાય નિવાડલા શિષ્યાહાય તુમહાન આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ એને પાછા યેઅના બારામાય તુમહાન ચતુરાયથી કાય બોનલી બોનાડલ્યો કાહાન્યો નાંય આખી રીઅલા આતા બાકી, આમહાય ખ્રિસ્તા પ્રતાપ પોતાના ડોળાહાકોય એઅલો આતો.


આમી તો હોરગામાય જાયને પોરમેહેરા જમણી એછે બોઠલો હેય, એને તો બોદા હોરગા દૂતહા, ઓદિકાર્યાહા એને બોદયે શક્તિહેવોય રાજ કોઅહે.


ઈસુ ખ્રિસ્તાય જીં કાય આપહેહાટી કોઅયા, ચ્યા લીદે તુમા આમી પોરમેહેરાવોય બોરહો કોઅતાહા, જ્યાંય ઈસુ ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો એને ચ્યાલ બોજ વોદારે મહિમા દેની, યાહાટી તુમા બોરહો કોઅતાહા એને પોરમેહેરામાય તુમહે આશા આમી મજબુત હેય.


આમી જ્યો વાતો આમા આખી રીયહા ચ્યાહામાઅને બોદહાથી મુખ્ય વાત ઈ હેય, કા આમહેપાય ઓહડો મહાયાજક હેય, જો હોરગામાય મહિમામય પોરમેહેરા રાજગાદ્યે જમણી બાજુલ બોઠલો હેય.


પ્રભુ ઈસુ શિષ્યહાઆરે વાત કોઅયા પાછે, એને પોરમેહેરાય ઈસુલ હોરગામાય લેય લેદો, એને પોરમેહેરા જમણા આથા એછે માનાપાનાહાતે બોહી ગીયો.


જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.


એને ચ્યા મહાયાજક જ્યા હારૂના કુળા આતા ચ્યાહા હારકા ઈસુલ ગોરાજ નાંય કા દિનેરોજ પેલ્લા પોતાના પાપહા એને પાછે લોકહા પાપહાહાટી બલિ ચોડવે, કાહાકા ઈસુય પોતેજ પોતાલ બલિદાનથી ઈ કામ કાયામમાટે યોકુજ વોખાત પુરાં કોઅય દેના.


આમી તો હોરગામાય પોરમેહેરા જમણા આથા મોઠા માનાપાના જાગાવોય બોઠલો હેય, એને આબહાય ઈસુલ પવિત્ર આત્મા દેના જેહેકેન ચ્યાય વાયદો કોઅલો આતો, એને ઈસુય પવિત્ર આત્મા આમહાન દેનલા હેય, જેહેકેન કા આજે તુમા એઅતેહે એને વોનાતેહે.


બીજે દિહી યોહાને ઈસુવાલ ચ્યાપાય યેતા એઇન આખ્યાં, “એઆ, ઓ પોરમેહેરા ગેટો હેય, જો દુનિયા લોકહા પાપ દુઉ કોઅહે.


જોવે પોરમેહેરાય ખ્રિસ્તાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, તે પોરમેહેરાય તુમહાનબી મોઅલા માઅને જીવતા કોઅલા હેય, તે ચ્યા ઇચ્છા રાખા જીં હોરગામાય પોરમેહેરાપાય તુમહેહાટી હેય, જાં ખ્રિસ્ત પોરમેહેરાપાય બોદહા કોઅતા સન્માના જાગાવોય બોઠલો હેય.


કાદાજ આપહાન દોષી નાંય ઠોરવી હોકે, કાહાકા ઓ ખ્રિસ્ત ઈસુ હેય જો આપહેહાટી મોઅઇ ગીયો, એને મોઅલા માઅને પાછો જીવતો જાયો, એને આપહેહાટી પોરમેહેરાલ વિનાંતી બી કોઅહે.


એને આખ્યાં, “એઆ, આંય હોરગાલ ઉગડી ગીઅલાં, એને માઅહા પોહાલ પોરમેહેરા જમણા આથા એછે સન્માના જાગાવોય ઉબો રિઅલો એઅતાહાવ.”


કાહાકા આંય ઈસુ ખ્રિસ્તા હારી ખોબાર આખાહાટી નાંય શરમાયુ, કાહાકા પોરમેહેર ચ્યા સામર્થ્યકોય ચ્યા બોદહા તારણ કોઅહે જ્યા હારી ખોબારેવોય બોરહો કોઅતેહે, શુરવાતમાય હારી ખોબારેવોય બોરહો કોઅનારા યહૂદી લોકહા પોરમેહેરે તારણ કોઅયા, એને આમી બોદી જાતી લોકહા તારણ કોઅહે.


જાં વસીયતનામા કોઅલા હેય, તાં જરુરી હેય કા કરાર કોઓનારા મોરણ પેલ્લા ઓઅરા જોજે.


ચ્યાહાય ચ્યાલ પુછ્યાં. “ઓ ગુરુ, મૂસાય આખલા આતા, કા જોવે કાદો પોહાલ પૈદા કોઅયા વોગાર મોઅઇ જાય, તો ચ્યા બાહા ચ્યા થેઅયેઆરે વોરાડ કોઇન ચ્યા બાહાહાટી પોહેં પૈદા કોએ.


ઓ ઈસુ ખ્રિસ્ત આપહેહાટી મોઅઇ ગીયો, જેથી આપહાન બોદા પાપાહામાઅને તારણ કોઇ હોકે, એને શુદ કોઇન આપહાન ચ્યા ખાસ લોક બોનાડી લેય, જ્યેં હારેં કામે કોઅરાહાટી મોઠી ઇચ્છા રાખતેહેં.


એને પોરમેહેરે પોતાના કોઅહાબી હોરગા દૂતહાલ એહેકેન નાંય આખ્યાં, જાંવલોગુ આંય તો દુશ્માનાહાલ પુરિરીતેકોય તો આધીન નાંય કોઉ “તું મા જમણા આથા સન્માના જાગાવોય બોહો.?”


આમા ચ્યાઆરે પવિત્ર ઉચા ડોગાવોય આતા, જોવે ચ્યાલ પોરમેહેર આબા પાઅને આદર એને મહિમા દેનલી ગીયી, ચ્યે સમયે ચ્યાપાય પ્રતાપમય મહિમા એટલે પોરમેહેરાપાઅને ઓહડો આવાજ ઈ આખતા યેનો, “ઓ મા પોતાનો પ્રિય પોહો હેય, જ્યાથી આંય પ્રસન્ન હેતાઉ” આમહાય પોતે હોરગામાઅને યેતાં ચ્યા આવાજાલ વોનાયા.


Swiv nou:

Piblisite


Piblisite