ગલાતીઓને પત્ર 6:8 - ગામીત નોવો કરાર8 જીં માઅહું શરીરા પાપી સ્વભાવાનુસાર જીવન જીવહે, તે તો ચ્યાહાટી મોરણ લેય યેહે, બાકી જીં માઅહું પવિત્ર આત્માનુસાર જીવન જીવહે તી અનંતજીવન પામહે. Gade chapit la |
ઈસુય શિષ્યહાન આખ્યાં, “તુમહાન આંય હાચ્ચાં આખતાહાવ, મા શિષ્ય બોનાહાટી એને પોરમેહેરા હારી ખોબાર આખાહાટી, જ્યા કાદાંયબી ચ્યા ગુઉ છોડી દેનલા હેય, એને બાહા બોઅહી એને આયહો એને આબહો એને પાહાહાન કા ચ્યા ખેતાર છોડયા ઓરી, તો નોક્કીજ યે પેડ્યેમાય સતાવણી આરે-આરે બોજ વસ્તુ મેળવી, એને યેનારા સમયામાય અનંતજીવન મેળવી.”
બાકી યા જુઠા માસ્તાર જંગલી જોનાવરહા હારકા હેય, યા જોનાવરહાલ નાંય ખોબાર કા કેહેકેન વિચાર કોઅના, એને યાહા ઉદેશ્ય કેવળ દોઆય જાઅના એને માઆઇ ટાકલા જાઅના હેય. યા લોક કાયબી કોઅતાહા, જીં ચ્યાહા મોનામાય યેહે, એને ઓલે લોગુ કા ચ્યે યે વસ્તુહુ અપમાન કોઅતેહે, જીં યાહાન હોમાજ બી નાંય પોડે. ચ્યે નોક્કીજ નાશ ઓઅય જાઅરી.